Book Title: Tilakamanjiri Part 1
Author(s): Dhanpal Mahakavi, Shantyasuri, Lavanyasuri
Publisher: Vijaylavanyasurishwar Gyanmandir Botad
View full book text
________________
૩૬
પરાગ ટીકાકારનું વ્યકિતત્વ,
આમ પરાગ ટીકાકાર વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજ વ્યાકરણ, ન્યાય સાહિત્ય અને ધર્મશાસ્ત્રના સમર્થ વિદા હેવા સાથે સુંદર વકતા અને પ્રતિભાસંપન્ન આચાર્ય છે. - જૈન સમાજમાં આંગળીને વેઢે ગણાતા સારા વ્યાખ્યાતાઓમાં તેમનું સ્થાન અઝગામિ છે. તેઓની વિસ્તૃત્વશક્તિની ખાસ ખાસીયત એ છે કે ગ્રંથકારના ગ્રંથને અનુલક્ષીને વિવરણુ, સુંદર રહસ્યભાવન અને પૂર્વાપર વ્યવસ્થિત સંકલના સાથે સ્વાનુભવ અને અભ્યાસને દર્શાવવાપૂર્વક શ્રોતાને તત્ત્વથી પરિ.
પ્લાવિત કરવાની છે. આવી રીતના શાસ્ત્રીય વ્યાખ્યાતાની આજે સમાજમાં ઘણીજ ખોટ છે. આજે તે વ્યિાખ્યાતા જગતના પ્રવાહમાં તણાઇ જનતાના લાભ કરતાં જનતાની પ્રશંસા માટેજ વલખાં મારે છે. તેથી પરિણામ એ આવે છે કે શ્રોતા ઘણું ઘણું સાંભળ્યા છતાં કુથલીમાં પડી તવિમુખ બને છે. અને વ્યાખ્યાતા લેકની પ્રશંસા સિવાય બીજું કાંઈ પામી શકતું નથી.
તેઓશ્રીની પ્રતિભા અને વ્યવહારદક્ષતાનો જનસમાજને સાધુસંમેલનના વખતથી સારા ખ્યાલ છે. સાધુસંમેલનમાં સ્વર્ગસ્થ પૂજ્ય આચાર્ય દેવની આજ્ઞાથી તેમણે લીધેલ ભાગ અને મુનિસંમેલનની પ્રતિકાર સમિતિમાં તેમણે કરેલ સક્રિય કાર્ય તેઓશ્રીની પ્રતિભા અને વ્યવહારદક્ષતાને બરાબર સમજાવે છે.
આધારપૂર્વક સ્પષ્ટ સત્ય અને પરિમિત બોલતા, શાસનને વફાદારીપૂર્વક પ્રત્યેક ધર્મ પ્રભાવનાના કાર્યમાં મશગુલ રહેતા અને કામથી કામ રાખનાર આ આચાર્યે દેખીતા અલિપ્ત લાગતા છતાં અધ્યયન. અધ્યાપન અને ચિંતનમાં સદાયે લિબત્તજ રહ્યા છે.
પરાગ ટીકામાં તેમનો આ અભ્યાસ પ્રતિભા અને સુપષ્ટ વકતૃત્વની છાપ સ્પષ્ટ તરવરે છે.
મહાપરિશ્રમે તેયાર કરાયેલ આ ગ્રંથ સારા કાગળ અને સારા ટાઈપમાં મુદ્રિત કરવા સાથે વાંચકને મૂળ અને વૃત્તિને પરસ્પર સંબંધ તુર્ત ખ્યાલ આવે તે માટે (ગ) (2) વિગેરે અક્ષર મૂફી વિભાગ પાડી ગ્રંથને ખુબ જ સુવાચ્ય બનાવવા પ્રયેત્ન કર્યો છે. - ધનપાલ કવિ-પૂ. તિલકમંજરી અને સ્વ. પૂજ્ય આચાર્યદેવ સંબંધી સ્વતંત્ર ગ્રંથ થાય તેટલું કહી શકાય તેમ છે. પરંતુ આ પ્રસ્તાવના બહુ લાંબી ન થઈ જાય તે લક્ષ્યરાખી અતિ સંક્ષેપમાં માત્ર તેનું આછું દર્શન જ આપ્યું છે. ઉપસંહાર
અંતે આ પ્રસ્તાવના લખવામાં જે કાંઈ વિપરીત કે ખોટું લખાયું હોય તેની ક્ષમા માગી અને પૂ. આચાર્યદેવ વિજયલાવણ્યસૂરિ મહારાજે આ કામ સોંપી મને પૂર્વાચાર્યોની કૃતિને જોવામાં પ્રેરણા આપવા બદલ તેમજ પૂર્વ પુરૂષો સાથે રવર્ગસ્થ પૂજ્ય આચાર્ય દેવના ગુણગ્રામ કહેવા માટે તક આપવા બદલો આભાર માની વાચકે આને યોગ્ય લાભ ઉઠાવી શાસનને ઉજ્વલિત કરે એ અભ્યર્થના સાથે વિરમું છું.
૧૫-૨-પર
પંડિત મફતલાલ ઝવેરચંદ, ખેતરપાળની પળ- અમદાવાદ,