Book Title: Tilakamanjiri Part 1
Author(s): Dhanpal Mahakavi, Shantyasuri, Lavanyasuri
Publisher: Vijaylavanyasurishwar Gyanmandir Botad
View full book text
________________
૩૫
પદારૂ સ્વ. પૂજ્ય આચાર્યદેવના વરદ હસ્તે થયા. વિ. સં. ૧૯૯૬ના જેઠ માસમાં મહુવામાં વ. પૂજ્ય આચાર્યદેવે તેમને ઉપાધ્યાય પદવી આપી અને વિ. સં. ૧૯૯૨ના વૈશાખ સુદ ૪ના દીવસે હજારો માનવમેદની સમક્ષ અમદાવાદમાં રવ. પૂજય આચાર્યદેવના સ્વહસ્તે આચાર્યપદાધિષ્ઠિત કર્યા અને ઉ. લાવણ્યવિજયજી ગણિ વિજય લાવણ્યસૂરીશ્વરજી બન્યા. પરાગ ટીકાકારનું ગ્રંથ નિર્માણ.
પરાગ ટીકાકાર વિજય લાવણ્યસુરીશ્વરજી મહારાજ વર્તમાનમાં સાધુસમાજમાં વ્યાકરણશાસ્ત્રના સર્વશ્રેષ્ઠ સમર્થ વિદ્વાન છે અને સાહિત્ય થાય અને ધર્મશાસ્ત્રના પણ અજોડ ગણનાપાત્ર વિદ્વાન છે.
પૂજ્ય આચાર્ય વિજય લાવણ્યસૂરીશ્વરજી મહારાજને વ્યાકરણ, ન્યાય અને સાહિત્યમાં વિપુલકાય ગ્રંથ રચ્યા છે તેની યાદી આ પ્રમાણે છે.
૧ ધાતુરત્નાકરના સાત ભાગ ૪પ૦૦૮ ૦ સાડાચાર લાખ શ્લેક પ્રમાણ. ૨ કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિવરચિત શબ્દાનુશાસન ઉપરના ન્યાસના બુટિન સ્થળનું અનુસંધાન અને સંશોધન.
૩ કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ વિરચિત કાવ્યાનુશાસન ઉપર ત્રીસ હજાર બક પ્રમાણ ત્તિ. ૪ તત્વાર્થસૂત્રમાં આવેલ ત્રણ સૂત્ર ઉપરની ત્રિસૂત્રિ પ્રકાશિકા ટીકા ૪૦૦૦ લોક પ્રમાણ.
૫ મહામહોપાધ્યાય ન્યાયાચાર્ય ન્યાયવિશારદ શ્રીમદવિજય ગણિવર પ્રણીત નરહરચ ઉપર ૩૦૦૦) ત્રણે હજાર લેક પ્રમાણ ટીકા.
૬ જૈનતર્કભાષા અગર અનેકાન્ત વ્યવસ્થા ગ્રંથ ઉપર તસ્વાવબોધની નામની ૧૪૦૦૦ કલોક પ્રમાણુત્તિ. ૭ સપ્તભંગી–ત્ય પ્રદીપ ઉપર ૨૦૦૦ પ્રમાણે બાળાવબોધિની વૃત્તિ ૮ નયામૃતરંગિણી ગ્રંથ ઉપર ૧૬૦૦૦ શ્લોક પ્રમાણ તરંગિણ તરણિ નામની વૃત્તિ. ૯ ૧૪૪૪ ગ્રંથ પ્રણેતા પૂજ્ય હરિભદ્રસૂરિકૃત શાસ્ત્રવાર્તા સમુચ્ચય ઉપર ૨૫૦૦૦) શ્વા પ્રમાણુત્તિ. ૧• તિલકમંજરી ઉપરની પ્રસ્તુત પરાગ ટીકા,
આ પરાગટકા કેવળ સાહિત્યનોજ ગ્રંથ નથી રહ્યો પણ વ્યાકરણ ન્યાય સાહિત્ય અને ધર્મશાસ્ત્રની અનેકવિધ સામગ્રી આ ટીકામાં આપવામાં આવી છે. પ્રથમ શ્લેકની વૃત્તિ તપાસતાં આપણને આ વાત સ્પષ્ટ સમજાશે કે આ વૃત્તિમાં વ્યાકરણ સાહિત્ય અલંકાર ન્યાય અને ધર્મશાસ્ત્ર તમામ આવે છે. પદેપદની અન્વયપૂર્વક વૃત્તિ આપવા સાથે પદે પદનો કેષ, પપદને ફલિતાર્થ અને પદેપદની સિદ્ધિ કરવામાં આવી છે, આ પરાગ વૃત્તિ વાંચતાં આપણને વૃત્તિકારના વિસ્તીર્ણ જ્ઞાન, બુદ્ધિ, પ્રતિભા અને સ્મૃતિને ખરે ખ્યાલ આવે છે.
આ જડવાદના બાત્રિકવાદમાં માણસોની ચિત્તવૃત્તિ એટલી બધી અસ્થિર અને ચંચળ બનતી જાય છે કે તે તેને શાસ્ત્રીય તલસ્પર્શી અભ્યાસ થવા દેતી નથી. તેની પાસે વિવિધ ટીકા ટિપ્પણું અને ટાયલાવાળું એટલું બધું સાહિત્ય ખડકાય છે કે જેથી વાંચક વિના પરિશ્રમે વિદ્રત્તાને ડોળ કરતાં શિખે છે અને શાસ્ત્રીય અધ્યયનથી પરા મુખ રહે છે. આવા વિકટ કાળમાં પણ આપણે ત્યાં સાહિત્ય વ્યાકરણ ન્યાયના પ્રકા અભ્યાસી અને તેજસ્વી ગ્રંથકાર સાંપડયા છે તેથી સમાજે ગૌરવ લેવા જેવું છે. આજે તે પ્રાચીન વિદ્યાને અભ્યાસ ભૂલાતો જાય છે અને કદાચ થાય છે તે તે પણ માત્ર કામપુરત થાય છે.