Book Title: Tilakamanjiri Part 1
Author(s): Dhanpal Mahakavi, Shantyasuri, Lavanyasuri
Publisher: Vijaylavanyasurishwar Gyanmandir Botad
View full book text
________________
૩૨
મોટા મોટા મુંડધારી અને ફાટેપ કરનારા સંન્યાસીઓ સર્વશાસ્ત્રના પારગામીપણાને અભિમાન ધરાવતા વિદ્વાને, આજની કેળવણીથી મટી મટી વિશ્વવિદ્યાલયના અધ્યક્ષપદે બિરાજતા ચેરમેને કે દલીલ અને વકીલાતમાં સર્વશ્રેષ્ઠ ગણાતા કાઉન્સીલરે, ધનથી જમીનથી અદ્ધર ચાલનારા ધનાઢયો, જ્યખટપટ અને કુશળતામાં પંકાતા જુદા જુદા રાજ્યના કર્મચારીઓ અને અતિવૈભવથી ઉછરેલા રાજવીએ આ બધાએ જેના પ્રથમ દર્શને પિતાને અ૫ માની તેમના ચરણકમળમાં ઝુકાવતા. આ સવ આ કાળે નિહાળવું હેય તો સ્વ. પૂજ્ય આચાર્ય દેવને નિહાળતાંજ બની શકે તેમ હતું. - ભાવનગર અને ધાંગધ્રાના દીવાને, માલવીયાજી અને આનંદશંકર બાપુભાઈ જેવાં આ ધુનિક વિદ્વાને, સેતલવડ અને ભૂલાભાઈ જેવા ધારાશાસ્ત્રીઓ, સ્વ. મનસુખભાઈ ભગુભાઈ અને સ્વ. લાલભાઈ દલપતભાઈ જેવા ક્રોડાધિપતિઓ અને ભાવનગર નરેશ, વળાનરેશ વિગેરે રાજવીઓને જેમની પાસે બેસી તત્ત્વપાન કરતાં જેમણે નિહાળ્યા છે તે ખરેખર પ્રભાવના અને આતાપના કેને કહેવાય તે સમજી શકે તેમ છે.
ક્ષમાવિજયજીએ મહાવીર ભગવાનના સ્તનમાં ગાયું છે કે “જેહનું ઝેર નિવારણ મણિ સમ તુજ આગમ તુજ બિબ” આ સ્તવનમાં તેમણે જણાવ્યું છે કે હે ભગવંત કલિકાળનું ઝેર નિવારવામાં તમારું આગમ અને તમારૂં બિંબ એ બે મણિસમાન છે. સ. પૂ આચાર્ય દેવે તેમના કાળમાં શાસ્ત્રપઠનપાડન અને જિનબિંબની અંજનશલાકા પ્રતિષ્ઠાથી કલિયુગનું ઝેર નિવારવામાં સંપૂર્વ ફાળો આપી જૈનશાસનને ઉજવળ કર્યું છે. અને ફરી હૈમયુગ, હીર યુગ વિગેરે યુગની સ્મૃતિ સાથે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ અને જગદગુરૂ વિજયહીરસૂરિજીની સ્મૃતિ આ કાળમાં તેમના દર્શને તાજી કરાવી છે.
જગના અનેક ઝંઝાવાતે, કુતકના ઠેર ઠેર તોફાને, જડવાદનો સુસવાળા પવન આ બધું છતાં જિનશાસન ઉપર એકછત્ર આણ પ્રવત્તાવવાનું આ કાળમાં જે કેઈના સદભાગ્યે - લખાયું હોય તે આ મહાપુરૂષને લલાટેજ હતું. તીર્થોદ્ધાર
કાપરડા, કદંબગિરિ, શેરીસા વિગેરે તીર્થોના ઉદ્ધારને દેખનારને ખ્યાલ આવશે કે સ્વ. પૂજ્ય આચાર્યદેવ કેવળ જીર્ણ મંદિરને ઉદ્ધાર કરાવનાર ન હતા પણ શાસનની પ્રભાવના કરે અને હજાર વર્ષ સુધી ચિરંજીવ રહે તેવાં તીર્થોને અસ્તિત્વમાં લાવી પ્રભાવના કરનાર હતા. શેરીસા તીર્થના સંબંધમાં શાસ્ત્રોમાં ઠેરઠેર ઉલ્લેખ છે પણ કોણ જાણે કયારે તે નામ શેષ બન્યું? આ તીર્થને ઉદ્ધાર અને મહિમાં સ્વ. પૂજ્ય આચાર્યદેવના પ્રતાપનું જ પરિણામ છે. શત્રુંજયની સ્મૃતિ કરાવે તેવું કદંબગિરિ તીર્થ સ્વ. પૂજ્ય આચાર્ય દેવની દીર્ધદષ્ટિ અને શાસનના રાગને જણાવે છે. કાપરડા તીર્થને ઉદ્ધાર તીર્થ કાજે ખપી છુટવા સુધીની સ્વ. પૂ. આચાર્યદેવના ખમીરને યાદ કરાવે છે. આ એક બે ત્રણ નહિ પણ ઠેર ઠેર સ્વ. પૂજ્ય આચાર્ય દેવના હસ્તકે થયેલ તીર્થોના ઉદ્ધાર અને જીનમંદિરે ઉભાં ઊભાં આજે પણ તેમની જીવનગાથાને ઉચ્ચારી રહ્યાં છે.