Book Title: Tilakamanjiri Part 1
Author(s): Dhanpal Mahakavi, Shantyasuri, Lavanyasuri
Publisher: Vijaylavanyasurishwar Gyanmandir Botad
View full book text
________________
૨૯
ધનપાલ કવિની પ્રથમ કૃતિ પાછલી નામમાલા અને છેલ્લી કૃતિ સૂર્યપુર મહાવીર ઉછાહ સંભવે છે. કારણ કે છેલ્લી અવસ્થા ધનપાલે સાચેરમાં પસાર કરી હતી.
ટિપ્પણુકાર પૂ. શાંતિસૂરિજી મહારાજ પ્રસ્તુત મુદ્રિત તિલક મંજરીના ટિપ્પણકાર શાંતિસર છે. જનશાસનમાં શાંતિસર છ થયા છે.
૧ વાદિવેતાળ શાંતિરિ (થારાપદ્રગથ્વીય) ૨ નાગૅદ્રગથ્વીય શાંતિસૂરિ ૩ ચંદ્રગછીય શાંતિસૂરિ ૪ સરેરક છીય શાંતિસર (સં. ૧૫૫૭) ૫ બૃહદ્રગથ્વીય શાંતિસૂરિ
૬ પૂર્ણતલ્લગરછીય શાતિસૂરિ ૧ વાદિવેતાળ શાંતિરિ જેમની ઉત્તરાધ્યયન સુત્ર ઉપર પાઇય ટીકા છે તે ધનપાલ કવિના સમકાલીન છે અને તેમણે તિલકમંજરી શોધી છે. આ સરિવરને સ્વર્ગવાસ ૧૦૯૬માં થયો હતો.
૨ નાગૅદ્રગચ્છીય શાંતિસૂરિ મહારાજ સિદ્ધરાજના સમયમાં થયા છે. સિદ્ધરાજે આ આચાર્યના શિષ્ય અમરચંદસૂરિને સિંહશિશુક નામનું બિરૂદ આપ્યું હતું.
आनन्दसूरिरिति तस्य बभूव शिष्यः पूर्वोऽपरः शमधरोऽमरचन्द्रसूरिः बाल्येऽपि निर्दलितवादिगजो जगाद यौ व्याघ्रसिंहशिंशुकाविति सिद्धराजः
(ધર્માલ્યુદય પ્રશસ્તિ ) ૩ ચંદ્રગચ્છીય શાંતિસરિજી મહારાજ ચંદ્રગ૭માં ભદ્રેશ્વરસૂરીશ્વરજી મહારાજની પરંપરામાં થયા છે અને તેમની પરંપરામાં દેવેન્દ્રસૂરિએ ઉપમિતિભવપ્રપંચ ક્યા સારોદ્ધાર ૫૭૩૦ શ્લોક પ્રમાણ વિ. સં. ૧૨૯૮ માં રહ્યું છે.
૪ સાંડરગચ્છીય શાંતિસૂરિએ ૧૫૫૦ માં સાગરદત્ત રાસની રચના કરી અને તેમના શિષ્ય ૧૫૫૮માં લલિતાંગ ચરિત્ર રચ્યું.
૫ બૃહદગચ્છીય શાંતિરિ એ મિચંદ્રસૂરિના શિષ્ય છે. અને વિ. સં. ૧૧૬૧માં પૃથ્વીચંદ્ર ચરિત્ર વિગેરેની રચના કરી છે. આ શાંતિસૂરિની પાટે મહેન્દ્રસૂરિ, વિજસિંહસૂરિ, દેવેન્દ્રચંદ્રસૂરિ, પwદેવસૂરિ, પૂર્ણચંદ્રસૂરિ, જયદેવસૂરિ, હેમપ્રભસૂરિ અને જિનેશ્વરસૂરિ એમ આઠ આચાર્યો થયા અને તેમને ગચ્છ પિલગચ્છના નામે પ્રસિદ્ધિ પામ્યો હતો
૬ પૂર્ણતલગચ્છીય શાંતિરિએ આ ધનપાલ કૃત તિલકમંજરી ઉપર ટિપ્પણુ રચ્યું છે. તદુપરાંત તેમણે જનતર્કવાર્તિકવૃત્તિ, વૃન્દાવન કાવ્ય, મેઘાલ્યુદય કાવ્ય, શિવભદ્ર કાવ્ય, ચંદ્રદુતકાવ્ય એ નામના પાંચ ચમક કાવ્ય ઉપર વૃત્તિ રચી છે, પૂ આ શાંતિસૂરિના ગુરૂ વદ્ધમાનસરિ હતા. તે વિક્રમની ૧૧મી અને ૧૨મી સદીની વચ્ચે થયા હતા,
પ્રસ્તુત મુદ્રિત ગ્રંથમાં જે ટિપ્પન આવ્યું છે તે આ શાંતિસૂરિ મહારાજનું છે. આ ટિપ્પન તિલકમંજરી ગ્રંથના વાંચકો માટે કઠિન શબ્દોના અર્થ સમજાવવા માટે ખુબ ખુબ ઉપયોગી છે. આ * આ તિલકમંજરી ઉપર વિ. સં. ૧૬૩૦ માં થયેલ ઉપાધ્યાય ધર્મસાગર ગણિના ગુરૂભાઈ વિમલસાગરજીના શિષ્ય પદ્મસાગરે નવહજાર ગ્લૅક પ્રમાણુત્તિ રચી છે. પદ્મસાગરે આ ઉપરાંત