Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨-૧૦-૩૪ મહાવીર મહારાજના ભવ સુધી થયેલા છે, કેમકે જો સૂક્ષ્મ ભવ અસંખ્યાતા ન લઈએ તો ખુદું મરીચિના ભવથી મહાવીર મહારાજના ભવની વચ્ચે કોડાકોડ સાગરોપમ થઈ શકે જ નહિ, કેમકે તે સત્તાવીસ ભવોમાં ચૌદ ભવ તો ઔદારિક શરીરના જ ગણાય, ફક્ત તેર જ ભવ વૈક્રિય શરીરના ગણીએ અને તેનું આયુષ્ય એકઠું કરીએ તો સો, સવાસો સાગરોપમ જેટલો જ વખત તેમાં જઈ શકે તેમ છે, એટલે બાકીના નવાણુ લાખ નવાણુ હજાર નવસે નવાણુ ક્રોડ અને નવાણુ લાખ, નવાણુ હજાર આઠસે અગર પોણી આઠસે સાગરોપમ જેટલો કાળ ભગવાન મહાવીર મહારાજનો મુખ્યતાએ સ્થાવરપણામાં ગયો અને તેટલા કાળમાં હરકોઈ ઔદારિક શરીરના અસંખ્યાત ભવો જાય તેમાં આશ્ચર્ય નથી. સમ્યકત્વના આકર્ષો હોય તો કેમ?
એવી રીતે શાસ્ત્રકારના સ્પષ્ટ લખાણને આશ્રીને નયસારના ભવનું જ સમ્યત્વ પહેલું ગણીએ તો સમ્યકત્વના આકર્ષો સત્તાવીસ સ્થળ ભવમાં થયેલા સિવાય બીજે થયેલા માની શકાય એમ નથી, કેમકે સૂક્ષ્મ ભાવોમાં અને તેમાં પણ સ્થાવરપણામાં કાર્મગ્રંથિક કે સિદ્ધાંતિક કોઈપણ મતની અપેક્ષાએ તે સ્થાવરના સૂક્ષ્મ ભાવોમાં સમ્યકત્વની ઉત્પત્તિ તો છે જ નહિ, અને તેથી સમ્યકત્વના આકર્ષોની અપેક્ષાએ વિચાર કરીએ તો ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાત ભાગ જેટલી વખત જેટલા ભવમાં એક જીવને સમ્યકત્વનું આવવું જવું થાય છે તેથી ભગવાન મહાવીર મહારાજને પણ કદાચ તેવા આકર્ષે તેટલા ભવો સુધી થયા પણ હોય તો તેમાં સર્વથા નિષેધ કરી શકાય તેવું નથી, અને ભગવાન હરિભદ્રસૂરિજીએ ત્રિલોકનાથ ભગવાન મહાવીરના અધિકારને અંગે વાઘોધિત માર્ગો એવા અષ્ટકજીના શ્લોકમાં બોધિ (સમ્યકત્વ)ને “વર' એવું જે વિશેષણ આપ્યું છે તે તીર્થંકરપણારૂપી ફળે કરીને ફલિત થવાવાળા સમ્યકત્વને વર ગણીને આપ્યું હોય તો તેમાં કંઈ આશ્ચર્ય નથી. તીર્થકર વરબોધિમાં વિશિષ્ટતા.
જો કે સામાન્ય રીતે બીજા તીર્થંકર નહિ થવાવાળા જીવોના સમ્યકત્વ કરતાં તીર્થકર થવાવાળા જીવોનું સમ્યકત્વ શ્રેષ્ઠ ગણાય જ છે, પણ ઉપર જણાવેલી અપેક્ષાએ પણ તે નયસારના ભવના સમ્યકત્વને શ્રેષ્ઠ સમ્યકત્વ ગણી વરબોધિ તરીકે ગણાય અને તેથીજ તીર્થંકરપણાના કારણભૂત સમ્યકત્વનો લાભ નયસારના ભવમાં ગણી વિશિષ્ટ સમ્યકત્વની અપેક્ષાએ શાસ્ત્રકારો માં શિર સિત્તા વિગેરે કહી નિર્ગમ વિગેરે દ્વારોમાં મિથ્યાત્વનો વાસ્તવિક નિર્ગમ નયસારના ભવથી જ ગણાવે તો તેમાં કંઈ આશ્ચર્ય નથી. વસ્તુતાએ નયસારના ભવમાં સમ્યકત્વ પામ્યા છે એ વાતમાં કોઈ જાતના વિચારને અવકાશ નથી.