Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(ટાઈટલ પાન ચોથાનું અનુસંધાન) આભારી હોય છે પણ આ અરિહંતપદ જેવી સમષ્ટિવાદની પ્રધાનતાવાળી આરાધના જગતના કોઈપણ દર્શનમાં છે પણ નહિ અને હોઈ શકે નહિ, વળી સર્વજ્ઞ, વીતરાગ, જિન, કેવળી, તીર્થકર વિગેરે શબ્દો સમષ્ટિવાદની પ્રધાનતાવાળા છતાં પણ તેને શ્રી સિદ્ધચક્ર કે શ્રીનવપદની આરાધનામાં પ્રથમપદ તરીકે ન ગણતાં અહંતપદનેજ સમષ્ટિવાદ તરીકે કેમ મેલવામાં આવ્યું એવો વિચાર કરનારે અરિહંતશબ્દને અંગે અરૂહંત, અરિહંત અને અહંત એવા ત્રણ પ્રકારના જુદા જુદા પાઠાંતરોના અર્થો અને તે અરિહંતપદને અંગે યુગપ્રધાન શ્રુત કેવલી ભગવાન ભદ્રબાહુસ્વામીજીએ શ્રી આવશ્યકનિયુક્તિમાં અરિહંતપદની કરેલી વ્યાખ્યા જરૂર લક્ષમાં લેવા જેવી છે અને ઉપરની સર્વ હકીક્ત ધ્યાનમાં લેતાં અરિહંતપદની જિનાદિકપદોની માફક સમષ્ટિવાદની મુખ્યતા છતાં અન્ય અર્થોની કેટલી ગૌરવતા છે તે સમજી શકાશે.
આજ કારણથી અરિહંત વિગેરે પાંચ પરમેષ્ઠીના પદોનો નમસ્કાર દરેક ક્ષેત્ર, દરેક કાળ અને દરેક તીર્થમાં જળવાઈ રહેલો છે. જિનાદિશબ્દો જ્યારે અર્થથી જળવાઈ રહે છે ત્યારે અરિહંત વિગેરે શબ્દો ખુદ્દે શબ્દદ્વારાએ પણ જળવાઈ રહે છે. એજ એનો અદ્વિતીય મહિમા જણાવવાને માટે બસ છે. આવી રીતે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ એ પાંચે પદોમાં કોઈપણ વ્યક્તિને સ્વતંત્ર સ્થાન નથી પણ સર્વ ક્ષેત્ર, સર્વ કાળની સર્વ વ્યક્તિઓના સમુદાયમય અરિહંતાદિક પદોનેજ સ્થાન છે. જોકે જગતમાં જેમ જાતિ વ્યક્તિ વિના રહી શકતી નથી અને વ્યક્તિની અનંગીકારદશા જાતિની અંગીકારદશાને બાધ કરનારી થાય છે તેમ અહીં પણ સમષ્ટિવાદમય અરિહંતાદિક પદને આરાધનારો મનુષ્ય જો કોઈપણ એક તીર્થકર, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુની માનનીય દશાને નાકબુલ કરનારો અરિહંતાદિક પદની સમષ્ટિમય અરિહંતાદિ પદની આરાધના કરવાને તૈયાર થયેલા કલ્યાણ અથી જીવોએ વ્યક્તિ તરીકે રહેલા શ્રી ઋષભદેવઆદિક પરમેષ્ઠીઓની આરાધના કરવાની ઉપેક્ષા ન કરવી જોઈએ તેમ વિરાધના પણ ન કરવી જોઈએ, જેવી રીતે સમષ્ટિવાદમય અરિહંતાદિક પદોની આરાધના આત્મકલ્યાણને અંગે ઉપયુક્ત છે તેવીજ રીતે શ્રી ઋષભદેવજી આદિ વ્યક્તિની આરાધના પણ સંપૂર્ણ ઉપયોગીજ છે, એટલે કે જેમ જૈનદર્શનને એકલો વ્યક્તિઆરાધના કે એકલી સમષ્ટિઆરાધના પાલવેજ નહિ પણ જેમ ઘટત્વ વિગેરેની પ્રરૂપણા જાતિવાદજ ગણાય તેવી રીતે આ અરિહંતાદિની આરાધના તે પણ સમષ્ટિવાદમથીજ આરાધના ગણાય. એ નવ પદોમાં અરિહંતાદિક પાંચ પદો તો વ્યક્તિમય હોવા છતાં પણ સમષ્ટિમય પદ તરીકે આરાધાય છે, કારણ કે તે પાંચ પદો, ગુણનીજ મુખ્યતાવાળાં છે જ્યારે સમ્યગ્દર્શનાદિ ચાર પદો તો કેવળ ગુણમયજ હોઈ ને તેને તેના ભેદોને પણ એકત્ર કરનાર હોવાથી સમષ્ટિવાદવાળા હોય તેમાં આશ્ચર્યજ નથી.
આ ઉપરથી સ્પષ્ટપણે સમજી શકાશે કે અરિહંતાદિ નવે પદોમાં સમષ્ટિવાદનુંજ સામ્રાજ્ય સર્જાયેલું છે.