________________
પગામ સિજ્જા -
- ૧૦૩ આવી જાય છે, અહીં પણ “ગુચ્છ અને પાત્ર બે શબ્દ આદિ અને અત્યમાંના છે માટે સર્વ ઉપધિ જાણો. તથા “મદાવ્રતધારા”=પંચમહાવ્રતમાં “ધારા” એટલે પ્રકર્ષ (પરિણામની વૃદ્ધિ) વાળા, વળી ઉપાધિ આદિ એકાદિ વિશેષણથી રહિત પ્રત્યેક બુદ્ધો વિગેરેને પણ સાથે ગણવા માટે કહે છે કે- “મgવરાસાઢાધારા=અઢાર હજાર શીલાંગને ધારણ કરનારા. જે કોઈ રજોહરણાદિ ઉપકરણઉપધિ વિનાના પણ હોય તે સઘળાને વન્દન થઈ શકે માટે આ વિશેષણ સાર્થક છે. અઢાર હજાર શીલાંગ આ પ્રમાણે છે–
सीलंगसहस्साणं, अट्ठारसगस्स निफत्ति ॥१॥"
ભાવાર્થ–મન, વચન અને કાયા, એ ત્રણ ગેથી; કરવું-કરાવવું અને અનુમોદવું નહિ એ ત્રણે કરણથી, આહાર-ભય-મથુન અને પરિગ્રહ, એ ચાર સંજ્ઞાથી, સ્પર્શ નેન્દ્રિય આદિ પાંચ ઈન્દ્રિયથી, તથા પૃથ્વીકાયાદિ પાંચ એકેન્દ્રિય, ત્રણ વિકલેન્દ્રિય અને સંજ્ઞી–અસંજ્ઞી બે પંચેન્દ્રિય, એમ દશ પ્રકારના છને, ક્ષમા, મૃદુતા, આર્જવ, નિર્લોભતા, તપ, સંજમ, સત્ય, શૌચ, આર્કિચન્ય, (અપરિગ્રહ) અને બ્રહ્મચર્ય, એ દશ પ્રકારના યતિ ધર્મની રક્ષા કરવા પૂર્વક (૩૪૩૪૪૪પ૧૦૪૧૦=૧૮૦૦૦) શીલ (આત્મધર્મની રક્ષા થાય તે અઢાર હજાર પ્રકારે શીલાંગના (સદાચારના) જાણવા.
પ્રત્યેકની જુદી જુદી ભાવના તે આ પ્રમાણે કરવી.