________________
૩ર૬
શ્રમણ કિયા સૂત્રસન્દર્ભ પ્રાતઃ ગ્રહણ થાય, ગ્રહણ સહિત આથમે તે તે પછી દિવસ, રાત્રી અને બીજા દિવસની સાંજ સુધી બાર પ્રહર. અથવા ઉત્પાતથી સમગ્ર રાત્રીગ્રહણ રહે અને સગ્રહણ આથમે તે તે રાત્રી અને બીજે દિવસ તથા રાત્રી મળી બાર પ્રહર, અથવા વાદળથી ચંદ્ર દેખાય નહિ ત્યારે ગ્રહણ કયારે થયું તે નહિ જાણવાથી તે સમગ્ર રાત્રી અને બીજે દિવસ અને રાત્રી મળી બાર પ્રહર, પણ જે સ્પષ્ટ ગ્રહણ દેખાય તે ગ્રહણ થાય, ત્યારથી બીજા દિવસને ચંદ્ર ઉગે ત્યાં સુધી અસ્વાધ્યાય જાણ. એ સિદ્ધાન્તને મત કહ્યો. બીજા આચાચેના મતે આચરણ એવી છે કે રાત્રે ચંદ્રગ્રહણ થાય અને રાત્રે મૂકાય તે સવારે સૂર્યોદય થતાં સુધી અસ્વાધ્યાય. (અને ગ્રહણ સહિત આથમે તો ગ્રહણ થાય ત્યારથી બીજે દિવસ અને બીજી રાત્રી સુધી અસ્વાધ્યાય જાણો). સૂર્યગ્રહણને અસ્વાધ્યાય જઘન્યથી બાર(આઠ) અને ઉત્કૃષ્ટથી સોળ પ્રહર. તે આ પ્રમાણે-ગ્રહણ સહિત સૂર્ય આથમે તે તે પછીની રાત્રી અને બીજે અહેરાત્ર મળી બાર. ઉગતે સૂર્યગ્રહણ થાય અને ઉત્પાતને વશ આખો દિવસ ગ્રહણ રહે, ગ્રહણ સહિત આથમે ત્યારે તે દિવસ, રાત્રી અને બીજો અહોરાત્ર મળી સળ પ્રહર. આચરણથી અન્ય આચાર્યોના મતે સૂર્ય દિવસે ગ્રહણ થાય અને મૂકાયા પછી આથમે તે જે દિવસે ગ્રહણ થાય ત્યારથી બીજા સૂર્યોદય સુધી અસ્વાધ્યાય
નિર્વાત-વાદળ સહિત કે રહિત આકાશમાં વ્યક્તર દેવે કરેલ મહાગજેના તુલ્ય અવાજ.
ગુજિત–ગર્જનાના જ વિકારરૂપ ગુંજારવ કરતે