________________
૩૪૪
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ सक्कीयमुवहिमाई, पमज्जिनिक्खिवेमि गिण्हेमि । जइ न पमज्जेमि तओ, तत्थेव कहेमि नमुक्कारं ॥१६॥ जत्थ व तत्थ व उज्झणि, दंडगउवहीण अंबिलं कुन्थे । सयमेगं सज्झायं, उस्मग्गे वा गुणेमि अहं ॥१७॥ मत्तगपरिट्ठवणम्मि अ, जीवविणासे करेमि निव्वियं ।
अविहीइ विहरिऊणं, परिठवणे अंबिलं कुब्वे ॥१८॥ જલ મળતું હોય તે મારા પિતાના માટે ધવણવાળું જળ હું ગ્રહણ કરું નહિ. વળી અળગણ (ગળ્યા વિનાનું જળ હું લઉં નહિ અને જરવાણી (ગૃહસ્થ નીતારીને તૈયાર કરેલું) તે વિશેષે કરીને લઉં જ નહિ. (૧૫)
૪-આદાનનિક્ષેપણસમિતિ-મારી પોતાની ઉપાધિ પ્રમુખ કેઈપણ ચીજ પૂંજી પ્રમાઈને (ભૂમિ ઉપર) મૂકું તેમજ પૂજી પ્રમાજીને ગ્રહણ કરું, તેમ પૂજવા પ્રમાર્જવામાં ગફલત થાય છે ત્યાં જ એક નવકાર ગણું. (૧૬)
દાંડો પ્રમુખ પિતાની ઉપાધિ. જ્યાં ત્યાં (જેમ તેમ સૂનીભળાવ્યા વિના) મૂકી દેવાય તે એક આયંબિલ કરું અથવા ઉભા ઉભા કાઉસ્સગ મુદ્રાએ રહી એકસો શ્લેક અથવા સે ગાથા જેટલો કાઉસ્સગ કરું. (૧૭)
૫-પારિઠાવણિયાસમિતિ-લઘુનીતિ કે શ્લેષ્મવિગેરેનું ભાજન પરઠવતાં કઈ જીવને વિનાશ થાય તે નિવી કરૂં અને અવિધિથી (સેદેષ) આહાર-પાણી પ્રમુખ વહેરી લાવવાથી તેને પાઠવવાં પડે તે એક આયંબિલ કરું. (૧૮)