Book Title: Shramankriya Sutra Sandarbh
Author(s): Prabhanjanashreeji
Publisher: Shantilal Chunilal Shah

Previous | Next

Page 353
________________ ૩૩૪ શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ સાધુ-સાધ્વી કાલધર્મ પામે ત્યારે કરવાની વિધિ કેઈ સાધુએ રાત્રે કાળ કર્યો હોય ત્યારે બીજા સાધુઓએ પ્રતિકમણાદિ ક્રિયા સગવડ હોય તે બીજા હાલમાં મૌનપણે કરવી. મૃતકના હેલમાં સ્થાપનાજી વિગેરે રાખવા નહિ, નાના સાધુએ મૃતકવાળા સ્થાને બેસવું–રહેવું નહિ. સગવડ ન હોય તે તે જ રૂમમાં પડદા વિગેરેને આંતરે પ્રતિક્રમણાદિ કરવું. પ્રૌઢ અને ધીર સાધુએ જાગવું અને કાયિકીનું માત્રક રાખવું. જે મૃતક ઉઠે તે ડાબા હાથમાં કાયિકી લઈ બુ બુ ગુગ” કહી તેના ઉપર છાંટવું. ગૃહસ્થ ત્યાં હાજર હોય તે મૃતકને સિરાવી તેઓને સેંપી દેવું. તેમાં પ્રથમ મૃતક જ્યાં પડયું હોય ત્યાં તેના માથાની પાસે જમીનમાં એક ખીલી મારવી. પછી મૃતક પાસે દડે થાપી ખમા દઈ ઈરિ૦ પ્રતિક્રમી અમારા દઈ કટિક ગણ, વયરી શાખા, ચાંદ્રકુલ, આચાર્ય શ્રીવિજયસિંહસૂરિજી (અથવા પિતાના આચાર્યનું નામ લેવું), ઉપાધ્યાય શ્રીસકલચંદ્રજી (અથવા પિતાના ગચ્છના ઉપાધ્યાયનું નામ લેવું), મહત્તરા શ્રી (પિતાના ગચ્છમાં જે મહત્તરા હોય તેનું નામ લેવું) અમુક ગુરૂના શિષ્ય (કે શિષ્યા) મુનિશ્રી અમુક નામ હોય તે નામ બેલવું (સાધ્વીનાં ગુરૂણી અને કાલધર્મ પામનારનું નામ લેવું) મહાપારિઠાવણિઆએ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ કહી, એક નવકારને કાયેત્સર્ગ કરી પારીને પ્રગટ નવકાર કહેવો. પછી મૃતકના મસ્તકે વાસક્ષેપ કરવા પૂર્વક ત્રણવાર “સિરે કહેવું. સિરાવતાં પહેલાં આઘે, વધારાની ઉપધિ વિગેરે શ્રાવકો પાસે દૂર કરાવી, ઉનની વસ્તુઓને ગોમૂત્ર કે સેના

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372