Book Title: Shramankriya Sutra Sandarbh
Author(s): Prabhanjanashreeji
Publisher: Shantilal Chunilal Shah

Previous | Next

Page 355
________________ ૩૩૬ શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ ઘુંટી સુધીને લેંઘો, તેની ઉપર કટી ભાગે કરે, તેની ઉપર સાડે પગની પાની સુધી લાંબો પહેરાવ, ઉપર દેરી બાંધવી. કંચુઆની જગ્યાએ પહેલાં સ્તન ભાગને કપડાના પાટાથી બાંધી, કંચ પહેરાવી, એક નાને કપડાં પહેરાવે. પછી નનામીમાં સુવાડયા પછી પગની પાનીથી મસ્તક ઢંકાય તે લાંબે કપડે ઓઢાડ, મુખ ખુલ્લું રાખવું, સાધુ-સાધ્વી ઉભયને મુખે મુખવસ્ત્રિકા બાંધવી. એમ મૃતકને શણગારી જ્યાં નનામી કે માંડવી પધરાવે ત્યાં પણ માથાની પાસે લેહની ખીલી જમીનમાં ઠોકવી. મૃતકની જમણી બાજુએ એક ચરવલી, મુહપત્તિ અને ડાબી બાજુએ એક લાડુ સહિત ખંડિત પાત્રવાળી ઝોળી મૂકવી કાલધર્મ પામતી વખતે ચંદ્રનક્ષત્ર જે રોહિણ, વિશાખા, પુનર્વસુ અને ત્રણ ઉત્તરા એ છ પૈકીનું કઈ નક્ષત્ર હોય તે મૃતકની સાથે ડાભનાં બે પુતળાં મૂકવાં, જે ઠા, આદ્ર, સ્વાતિ, શતભિષફ, ભરણી, આશ્લેષા અને અભિજિતુ એ સાત પૈકીનું કોઈ નક્ષત્ર હોય તે પુતળું મૂકવું નહિ, શેષ પંદર નક્ષત્રોમાં એક પુતળું મૂકવું. જેટલાં પુતળાં મુકવાના આવે તે પ્રત્યેકની સાથે એક ચરવળી, મુહપત્તિ અને લાડુ સહિત ખંડિત પાત્રવાળી ઝોળી મૂકવી. એમ મૃતકના પડખે મૂકવાની વસ્તુઓ મૂકી તેની ઉપર મજબુત કપડાં ઓઢાડે અને એ કપડાથી સાધુને મસ્તક સિવાયનું અને સાધ્વીને મુખ સિવાયનું સર્વ અંગ સારી રીતે ઢાંકવું. તેના ઉપર જરીયાન વસ્ત્ર ઓઢાડી મૃતકને નનામી સાથે સારી રીતે બાંધવું. પછી તેની ઉપર વાસક્ષેપ કરી પૂજન કરવું.

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372