________________
૩૦
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ હાથની અંદર માંસ ધોયું હોય કે પકાવ્યું હોય તે તે માંસ બહાર લઈ જવા છતાં ત્યાં અવશ્ય બિંદુઓ પડે માટે ત્રણ પ્રહરને અસ્વાધ્યાય. જે તે પહેલાં વરસાદના કે બીજા પાણીને પ્રવાહ આવવાથી દેવાઈ જાય છે ત્યારથી અસ્વાધ્યાય મટે. કોઈ ઈંડું ૬૦ હાથની અંદર પડે પણ ફૂટે નહિ તે તે દર કર્યા પછી અસ્વાધ્યાય નથી, પણ ફૂટે અને તેને રસ જમીન ઉપર પડે તે દૂર કરવા છતાં ત્રણ પ્રહરને અસ્વાધ્યાય. જે કપડા વિગેરે ઉપર પડેલું ઈંડું ફૂટે તે પણ સાઈઠ હાથની બહાર તે કપડાને ધવાથી અસ્વાધ્યાય નથી. એ ઈંડાને રસ કે લોહીનું બિન્દુ માખીને પગ ડૂબે તેટલું અલ્પ પણ હોય તે અસ્વાધ્યાય ગણવે. વળી જરાયુ (ઓવાળ) રહિત હાથણી વિગેરેને પ્રસવ થાય તેને ત્રણ પ્રહર અસ્વાધ્યાય. જરાયુવાળાં ગાય વિગેરેને પ્રસવ થાય તેને ઓવાળ પડ્યા દૂર કર્યા) પછી ત્રણ પ્રહર અસ્વાધ્યાય. સાઈઠ હાથમાં રાજમાર્ગમાં રૂધિરાદિનાં બિન્દુ પડ્યાં હોય તે જતા-આવતા મનુષ્ય-પશુઓના પગલાં વિગેરે પડવાથી જિનાજ્ઞા એવી છે કે અસ્વાધ્યાય ગણાય નહિ, પણ રાજમાર્ગ સિવાય અન્યત્ર સાઈઠ હાથમાં તિર્યંચનું રૂધિરાદિ કંઈ પડયું હોય અને તે વરસાદના પ્રવાહથી ધેવાય કે અગ્નિથી બળી જાય તે અસ્વાધ્યાય ન થાય, પણ એમને એમ રહેલ હોય તે થાય. હવે મનુષ્ય સંબંધી અસ્વાધ્યાય માટે કહ્યું છે કે-મનુષ્યનાં પણ રૂધિર, માંસ, ચામડું અને હાડકાં એ ચાર દ્રવ્યોમાં હાડકા સિવાયનાં ત્રણ પૈકી કઈ સે હાથની અંદર પડેલું હોય તે એક અહોરાત્ર અસ્વાધ્યાય. જે મનુષ્યનું કે તિર્યંચનું રૂધિર સાઈઠ કે સે હાથમાં