________________
માર ભાવનાઓ.
૩૧૯
મઢેલી ચામડી- માત્રમાં મૂઢ અનેલે જીવ શરીરના રાગથી અનેકાનેક પાપા કરે છે, તે જે શરીરના સ્વરૂપને સમજે તા વૈરાગ્ય પ્રગટ થાય અને સર્વ પાપોનુ કારણ શરીરને રાગ ટળી જતાં મેાક્ષની આરાધનામાં તે સાધન બની જાય.
૬-સ'સારી સબધાની વિચિત્રતા-એક વાર જે માતા હોય છે તે જ આ સંસારમાં બીજા જન્મમાં હેન, પુત્રી, કે પત્ની પણ થાય છે, બ્રાહ્મણ કસાઈ, રાજા રંક, પંડિત મૂખ, દેવ કીડા, કે શ્રીમંત દરિદ્ર પણ થાય છે. તા કયા સંબંધમાં કેની ઉપર વિશ્વાસ રાખવા ?
૭-આશ્રવ—જેમ જેમ જીવ મિથ્યાદૃષ્ટિ, અવિરતિ, કષાયેા, અકુશલ મન-વચન-કાયા રૂપી ત્રણ ઈંડાના આશ્રય લે છે, તેમ તેમ તેને નવાં કર્મો આવે (બંધાય) છે, માટે તે કર્મબંધનાં કારણેાને રાખ્વા પ્રયત્ન કરવા જોઇએ.
૮–સંવર—સારાં કે માઠાં (પુણ્ય-પાપરૂપે) બંધાતાં કર્મીને રાકવા માટે (કુશળ) મન-વચન અને કાયા (રૂપ ગુપ્તિએ)દ્વારા (શુભ)પ્રવૃત્તિ (અનેં અશુભમાંથી નિવૃત્તિ) કરવી તેને સમાધિજનક, આત્મહિતકર અને ઇષ્ટ સુખ આપનાર, સંવર કહેલા છે માટે તે સંવરના સ્વરૂપની ભાવના ભાવવી.
૯–નિજ રા—જેમ ઘણા જૂના પણ પેટમાં જામેલા મળ તેનું શોષણ કરવારૂપ ચિકિત્સા કરવાથી પાકીને નીકળી જાય છે તેમ અતિ જૂનાં અને ઘણાં પણ એકઠાં થએલાં કર્મો આશ્રવનાં દ્વારા અંધ કરીને સંયમમાં ઝીલતા આત્મા બાહ્ય અભ્યન્તર તપ દ્વારા પકાવીને ખેરવી નાખે છે.