________________
પરિશિષ્ટ ત્રીજું.
૧-અસ્વાધ્યાયિક પ્રકરણ”,
રૂધિરાદિ અશુચિ વિગેરેને કારણે સ્વાધ્યાય (સૂત્રાદિનું પડન—પાઠન) વિગેરે ન થઈ શકે તેવા પ્રસ ંગાને અસ્વાધ્યા યિક કહેવાય છે. તેના બે મૂળ ભેદો છે, તેમાં-૧-આત્મ સમુત્થ=સ્વાધ્યાય કરવાની ઈચ્છાવાળાથી જે કારણ ઉપજે તે આત્મસમ્રુત્યુ અને ૨-પરસમ્રુત્યુ-ખીજાથી કારણ ઉપજે તે પરસમુર્ત્ય જાણવું. તેમાં પરસમુર્ત્યનું વર્ણન નીચે પ્રમાણે છે. આત્મસમ્રુત્ય અસ્વાધ્યાય તે પરસમુત્થમાં કહીશું તે પરમનુષ્યના અસ્વાધ્યાયની તુલ્ય સમજી લેવા.
પરસમુર્ત્ય તેના ઉત્તર પ્રકારો પાંચ છે. ૧–સંયમધાતિક, ૨-ઔત્પાતિક, ૩–સદૈવ, ૪-યુાહિક અને પ–શારીર. એ પાંચે પ્રકારના અસ્વાધ્યાયિકમાં સ્વાધ્યાય કરનારને જિનાજ્ઞાના ભંગ, અનવસ્થા વિગેરે દોષો લાગે છે.
૧–સંયમઘાતિક =સંયમના ઘાત કરનાર, તેના ત્રણ ભેદો છે, ૧-મહિકા, ર-સચિત્તરજોવૃષ્ટિ અને ૩–અપ્લાયની વૃષ્ટિ. તેમાં કાર્તિકથી માઘ મહિના સુધી આકાશમાં જે ઘુમરી (ધુમ્મસ) વરસે તે ૧-મહિકા. આ ધુમ્મસ વરસતાં તરતજ સર્વ સ્થાને અકાયમય બની જાય છે, માટે અંગેાપાંગ સ કાચીને મૌનપણે ઉપાશ્રયાદિ સુગુપ્ત સ્થાને બેસી રહેવું જોઇએ, હાથ-પગ પણ હલાવવાં જોઇએ નહિ. ર-અરણ્યના પવનથી ઉડેલી વ્યવહાર સચિત્ત રજ, તે વર્ષોંથી કંઈક લાલ