________________
ગોચરીના દોષો
૨૫૦ ૧૫ બાલવત્સા=સ્થવિરકલ્પી સાધુને, જે સ્ત્રીને બાળક સ્તનપાન કરતું ન્હાનું હોય તેના હાથે વહોરવું ન કલ્પ કારણ કે વહોરાવવા બાળકને છૂટું મૂકે તે બિલાડાં કૂતરાદિને ઉપદ્રવ બાળકને થાય, અથવા બાળક રડે વિગેરે દોષ લાગે. જિનકલ્પિક સાધુ તે બાળક જ્યાં સુધી બાળક મનાય ત્યાં સુધી તેની માતાના હાથે ન વહોરે કારણ કે તેઓ ઉત્સર્ગ માગે વર્તનારા હોય છે.
૧૬-ખાંડનારી=સચિત્ત અનાજ વિગેરે ખાંડનારી ખાંડતાં ખાંડતાં વહોરાવવા ઉઠે તો સચિત્ત દાણા વિગેરેનો સંઘટ્ટ થાય માટે તેને હાથે લેવું ન ક૯પે, કિન્તુ તેણે મુશળ ઉંચે ઉપાડયું હોય તે અવસરે સાધુ આવી જાય અને જયણાપૂર્વક મુશળને નિરવદ્ય સ્થાને મૂકી વહોરાવે તે કપે. - ૧–દળનારી=અચિત્તવસ્તુ દળનારીના હાથે લેવું કપે, સચિત્ત વસ્તુ દળનારી એ ઘંટીમાં નાખેલું સચિત્ત દળી નાખ્યું હોય અને બીજું નાખ્યું ન હોય તેવા અવસરે સાધુ આવે તે તે જયણાથી ઉઠીને વહરાવે તે કપે. વાટનારી માટે પણ દળનારીની જેમ કમ્ય અકથ્યને વિવેક સમજ.
૧૮-ભુજનારી=અનાજ વિગેરે સેકનારીના હાથે લેવું ન કલ્પે, છતાં દળનારીની જેમ જયણાથી લઈ શકાય તેમ હોય તે લેવું ક૯પે. અથવા “ખાનારી” એ અર્થ કરતાં જો તેણે એંઠું ન કર્યું હોય અને શુદ્ધ હાથથી શુદ્ધ આહારાદિ વહોરાવી શકે તેમ હોય તે લેવું કલ્પ, અન્યથા ન કપે.