________________
ચાર પ્રકારની ભાષા અને તેના ૪૨
ઉત્તર ભેદ..
पढमा भासा सच्चा, बीआ उ मुसा विवज्जिआ तासि । सच्चामुसा असच्चामुसा पुणो तच्चउत्थी उ ॥ १ ॥
ભાવાર્થ–પહેલી સત્યા, બીજી તેનાથી વિપરીત મૃષા, ત્રીજી સત્યામૃષા (મિશ્ર) અને ચોથી અસત્યા અમૃષા (વ્યવહાર) ભાષા એમ વ્યવહારનયે ભાષાના મૂળ ચાર ભેદે છે. નિશ્ચયનયે તે બેલનારના ઉપયોગ (ઉદ્દેશ)ને અનુસાર સત્ય અને અસત્ય, એમ બે જ પ્રકાશ ભાષા રહસ્યમાં કહેલા છે અને આરાધક-વિરાધક ભાવની અપેક્ષાએ તે બે જ ઘટે પણ છે. તેમાં પહેલી સત્યાભાષાના દશ ભેદો આ પ્રમાણે છે. ૧-જનપદસત્ય જનપદ એટલે દેશ, અમુક દેશમાં કોઈ અમુક વસ્તુ માટે અમુક શબ્દ બેલાતે હોય તે અન્ય દેશમાં ન બેલા હોય તે પણ તે દેશની અપેક્ષાએ સત્ય ગણાય. ૨-સમ્મત સત્ય-સર્વ સંમત વચન, જેમ કે રાત્રિવિકાસી, સૂર્યવિકાસી વિગેરે કમળ બધાં પંકમાં (કાદવમાં ઉગે છે તે પણ આબાલગોપાલ અરવિન્દને જ પંકજ કહેવાય છે બીજાને નહિ, માટે પંકજ એટલે અરવિન્દ (કમળ) ગણાય, બીજી જાતનાં કમળે નહિ, ઈત્યાદિ. ૩-સ્થાપનાસત્ય સ્થાપના (વ્યવહાર)થી સત્ય, જેમ એક્કાની આગળ બે મીડાં સ્થાપવાથી સે, ત્રણ મીઠાં