________________
૩૧૪
શ્રમણ ક્રિયા સુત્રસન્દભ
અનેલે પ્રાણ વિગેરેના રક્ષણ માટે અને કાધી પણ ક્રોધને વશ મિથ્યા બોલે માટે સત્યની રક્ષા માટે ખોલવામાં હાસ્યાદિના હુંમેશાં ત્યાગ કરવા તથા હાસ્યાદિ વિના પણ જૂઠ્ઠું અહિતકર વિગેરે ન ખોલાઈ જાય તેમ વિચારીને બોલવુ, ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના.
आलोच्यावग्रहयाञ्चाऽभीक्ष्णावग्रहयाचनम् । एतावन्मात्रमेवैतदित्यवग्रहधारणम् || ३ || समानधार्मिकेभ्यश्च तथाऽवग्रहयाचनम् । अनुज्ञापितपानाऽन्नाशनमस्तेयभावनाः ॥ ४ ॥ ભાવાર્થ-ઈન્દ્ર, રાજા, માંડલિક, શય્યાતર અને સાધુ (સાધર્મિક), એમ પાંચ પૈકી જેના અધિકાર જ્યાં હાય તેના ત્યાં વિચાર કરીને અવગ્રહ (જગ્યા)ની યાચના કરવી. એ પાંચમાં પૂર્વ પૂર્વના અવગ્રહ ઉત્તર ઉત્તરને બાધક છે, જેમકે રાજાના અવગ્રહ ઈન્દ્ર પાસે માગવા છતાં ન ક૨ે, તેમ માંડલિકના અવગ્રહ રાજા પાસે, શય્યાતરના માંડલિક પાસે અને સાધુએ ઉતરેલા હોય તે વસતિને શય્યાતર પાસે માગવા છતાં અને તેણે આપવા છ્તાં પણ ન કલ્પે, કિન્તુ જેને જ્યાં મુખ્ય અધિકાર ચાલુ હોય તેની પાસે માગવાથી જ પે, માટે તે પ્રમાણે વિચારીને જગ્યાની યાચના કરવી તે ૧–ભાવના, પૂવે યાચેલા અવગ્રહને પણ બિમારી વિગેરે કારણે સ્થંડિલ માત્રુ આદિ પરડવવા શય્યાતર પાસે પુનઃ પુનઃ માગણી કરવી તે ર–ભાવના. આટલું–અમુક પ્રમાણાપેત ક્ષેત્ર મારે ઉપયાગી છે એમ પ્રમાણનો નિર્ણય કરવા તે ૩–ભાવના, જ્યાં પૂર્વે બીજા સાધુઓ રહેલા હોય તેની