________________
ચણિસત્તરીમાં તપ
૨૮૧
મળે છે, એથી. પરિણતિની શુદ્ધિ થતી જાય છે અને અધ્યવસાય સ્થાને વધતાં ગુણસ્થાનકમાં વૃદ્ધિ (વિશુદ્ધિ) થાય છે. સ્વાધ્યાયમાં વાચનાદિ ત્રણ અને ધર્મકથા દ્રવ્યમ્રુત છે અને અનુપ્રેક્ષા ભાવશ્રુતરૂપ છે, કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરાવનાર શ્રુતજ્ઞાનની સેવા સ્વાધ્યાયરૂપે થાય છે. એનાથી જ્ઞાનાવરણીયાદિ ઘાતીકર્મોના પણ ઘાત થાય છે, ઈત્યાદિ સ્વાધ્યાયનું મહત્ત્વ અતિ ઘણું છે.
૫-યાન=ધ્યાનના ચાર પ્રકાર છે, આત્ત, રૌદ્ર, ધ અને શુક્લ. એમાંનાં પહેલાં બે અશુભ (ડેય) અને છેલ્લાં એ શુભ (ઉપાદેય) છે. અહીં તપમાં છેલ્લાં બે ધ્યાના સમજવાનાં છે(પરમાથ દૃષ્ટિએ.જૈનશાસનમાં બતાવેલા કશાસનને માન્ય રાખી તેના અમાધિત નિયમાને વશ થવાથી જ જીવ કર્મ મુક્ત થાય છે, માટે જ કશાસનને વશ બની જીવા પેાતાના જીવનને ધર્મમય બનાવે એ નીતિ રાજ્યશાસનની અને તેનાથી પણ પ્રથમ દરજ્જાના લેાકશાસનની છે. લેાકશાસન ઉપર રાજ્યશાસનની અને એના ઉપર કર્રશાસનની સત્તા છે. એ ત્રણેનુ કર્તવ્ય જીવને તેની શક્તિને અનુસાર ‘અહિંસા સત્ય’ વિગેરેનું પાલન કરાવવારૂપ ધર્મશાસનને વફાદાર મનાવવાનુ છે. જે જીવ એમ કરે છે તે હુંમેશને માટે ત્રણે શાસનમાંથી મુક્ત થઈ શાશ્વત સુખના ભાગી અને છે. આમ છતાં મહાધીન અજ્ઞ જીવ જ્યારે કર્મસત્તાથી ઉપરવટ થઈ સુખી થવા માટે વિચાર કરે છે ત્યારે તેને આર્ત્ત ધ્યાન કહેવાય છે. આર્ત્તધ્યાનના ચારે ય પ્રકારાનુ લક્ષણ ઉદિત કર્મની ઉપરવટ થઈ સુખી મન
૧૮