________________
૨૮૭
કરણસિત્તરીમાં અભિગ્રહ ફરતાં ફરતાં ગામને છેડે રહેલા ઘરમાં સમાપ્તિ કરવી તે. ૮–બહિર શખૂકા=અંતઃ શખૂકાથી વિપરીત ગામના છેડે રહેલા ઘરથી પ્રારંભીને ગાળ પંક્તિએ ફરતાં ફરતાં છેલ્લે ગામના મધ્યના ઘરમાં સમાપ્તિ કરવી તે.
૩-કાળાભિગ્રહ=ભિક્ષાકાળ થવા પૂર્વે ગોચરી ફરવું તે આદિ, ભિક્ષાકાળે ફરવું તે મધ્ય અને ભિક્ષાકાળ પૂર્ણ થયા પછી ફરવું તે અંત, એ ત્રણ પ્રકારમાં કઈ પણ કાળને અભિગ્રહ કરી તે કાળે જ ગોચરી માટે ફરવું તે.
૪-ભાવાભિગ્રહ અમુક પીરસવા માટે પાત્રમાંથી હાથમાં કે કડછી વિગેરેમાં લીધેલો, અથવા પાત્રમાં પડેલો, અથવા ભેજન માટે પીરસેલે, ખાવા માટે હાથમાં લીધેલે, અથવા અમુક હાલતમાં રહેલો મળે તે જ આહાર લેવો, ઈત્યાદિ નિશ્ચય તે ભાવઅભિગ્રહ સમજવો.
જે કે નિર્દોષ અને કમ્ય વસ્તુ લેવામાં સાધુને સાવદ્ય વ્યાપાર નથી છતાં મનને (ઈચ્છાને) વૈધ કરવા આ અભિગ્રહ યથા શક્ય દરરોજ કરવા જોઈએ. ગૃહસ્થને દેસાવગાસિકના પચ્ચક્ખાણથી સાવદ્ય વ્યાપારની મર્યાદા થાય છે. તેમ સાધુને આ અભિગ્રહથી ઈચ્છાને રેધ થાય છે માટે તે કરવાનું વિધાન કરેલું છે.
એમ પિંડવિશુદ્ધિના ચાર, સમિતિના પાંચ, ભાવનાના બાર, પડિમાઓના બાર ઇન્દ્રિઓના નિરોધના પાંચ, પડિલેહણાના પચીશ, ગુપ્તિઓના ત્રણ અને અભિગ્રહોના ચાર મળી કુલ સિત્તર પ્રકારે કરણસિત્તરીના જણાવ્યા.