________________
દવા સમાચારી
૨૮૯
પૂર્વક બહાર જવું તે ક્રિયાને અને ક્લિાસૂચક ‘આવસહી’ શબ્દને પણ આર્થિકી કહી છે.
૫–નૈષધિકી–અવશ્ય પ્રયેાજને બહાર ગયેલા સાધુને પુનઃ ઉપાશ્રયાદિ સ્થાનમાં પ્રવેશ કરી, તે કાર્યથી નિવૃત્ત થવું તે અને પ્રવેશ કરતાં નિસીહિ' શબ્દ ઉચ્ચારવા તેને પણ નૈષેધિકી સમજવી.
૬–આપૃચ્છા=સર્વ પ્રયેાજનમાં ગુરૂની આજ્ઞા મેળવવા વિનયપૂર્વક પૃચ્છા કરવી, કોઈ પણ કાર્ય કરતાં પહેલાં ગુરૂને પૂછવું તે આપૃચ્છા’ સામાચારી.
૭-પ્રતિપૃચ્છાગુરૂએ કહ્યુ હોય કે ત્યારે અમુક કાર્ય કરવું તે કાર્ય કરતાં પહેલાં ગુરૂને પુનઃ પૂછ્યું તે પ્રતિકૃચ્છા. પહેલાં ગુરૂની આજ્ઞા મેળવી હેાય અથવા ગુરૂએ કાઇ કામ કરવા સૂચના કરી હોય તે કાર્ય કરતાં પુન: પૂછવાથી કરતી વેળા કદાચ તે કામ કરવાનું ન હોય તે ગુરૂ નિષેધ કરે અથવા કંઇ વિશેષ સૂચના કરવાની હાય àા કરી શકે માટે પુનઃ પૂછ્યુ... જોઇએ.
૮–છન્દના=પૂર્વે ગ્રહણ કરેલા આહારાદિમાંથી સર્વ સાધુઓને ‘આ આહારાદિ હું લાવ્યેા છુ, જો કોઇને ઉપચેગી થાય તે ઇચ્છા પ્રમાણે ગ્રહણ કરે' એમ દાન માટે વિનતિ કરવી તે છંદના.
૯–નિમ ત્રણા=આહાર લાવતા પહેલાં જ ખીજા સાધુને ‘હું આપને માટે જરૂરી આહારાદિ લાવું” એમ નિમંત્રણ કરવું તે નિમંત્રણા.