________________
અષ્ટ પ્રવચનમાતા
૨૯૫
અને ભૂમિ પણ સચિત્ત હાવાનેા સંભવ રહે, તથા દિવસે વટાએલા માર્ગે ચાલવા છતાં નીચે જોયા વિના ચાલવાથી કીડી આદિ વેાની વિરાધના થાય, ઉપરાંત આજુબાજુ જોવાથી તે તે પદાર્થીમાં ખેંચાયેલું ચિત્ત સંયમમાં ચંચળ બને. ધુંસરી પ્રમાણુ ચાર હાથથી વધારે દૂર જોતાં સ્પષ્ટ જોઈ શકાય નહિં અને નજીકમાં જોતાં પડી જવાના સંભવ રહે, ઈત્યાદિ અનેક હેતુએ સ્વયં વિચારવા,
–ભાષાસમિતિ
अवद्यत्यागतः सर्वजनीनं मितभाषणम् ।
प्रिया वाचंयमानां सा, भाषासमितिरुच्यते ॥२॥
અ-પાય વચનના ત્યાગ કરવા પૂર્વક સર્વ જીવાને હિતકારી પ્રમાણેાપેત‘ ખોલવુ. તે મુનિવરોને પ્રિય (જિનાજ્ઞાને અનુસરતી) એવી ભાષાસમિતિ કહેવાય છે.
એથી એ નક્કી. થયુ' ફૈ સાવદ્ય આદેશ–ઉપદેશરૂપ, કાઇનું પણ અહિત થાય તેવુ, વિના પ્રયાજને ઘણુ કે શાસ્ત્રાજ્ઞા વિષ્હ વચન સાધુએ એલવુ જોઇએ નહિ. ઉપલક્ષણથી અપ્રિય અહિતકારક અને અસત્ય ખેલવું જોઈએ નહિ. કારણ કે-પાપવચનથી પાપવ્યવહાર ચાલે, એકનુ હિત કરતાં બીજાનું અહિત થાય તે પણ હિતકર ન ગણાય અને ઘણું ખેાલવામાં અસત્ય-અહિતકર વિગેરે ખેલાઈ જવાના દ્મર્થને સાંભવ છે. જે ખેલવાથી સાંભળનારને પાપની પ્રેરણા મળે, કાઇને પણ અહિત થાય કે અસત્ય છતાં સત્યમાં ખપે તે વચન જિનાજ્ઞાને અનુસરતું ગણાય નહિ અને છદ્મસ્થતે જિનાજ્ઞા વિનાનું સ્વતંત્ર ખેલવાથી હિત થાય નહિ, માટે ઉપર જણાવ્યું તેવું જ સમ્યગ્ વચન ખેાલવાથી વ્રતનું રક્ષણ થાય છે.
૩-એષણામિતિ