________________
ભિક્ષુની ખાર પડિમા.
૩૦૧
કેળવે. જે પ્રતિમાના જેટલા કાળ હાય તેટલો કાળ તે પ્રતિમાના પરિકને જાણવા. વર્ષા ચાતુર્માસમાં પરિક કે પ્રતિમા થઈ શકે નિહુ. એથી પહેલી અને બીજી એમ એ પ્રતિમા એક વર્ષમાં થઈ શકે, ત્રીજી, ચેાથી એ એક એક વર્ષીમાં, પાંચમી, છટ્ઠી, સાતમી, ત્રણનું પરિકમ એક એક વર્ષ અને પ્રતિમા પાલન બીજા બીજા વર્ષે એમ દરેકનાં એ બે વર્ષા, એમ પહેલી સાત પ્રતિમાઓ માટે નવ વર્ષો જોઈએ અને પછીની પાંચે એક જ વર્ષમાં થઈ શકે.
પ્રતિમા પાલક જિનકલ્પિકની જેમ શરીરની મમતા અને સાર–સંભાલ ન કરે, પ્રાયઃ (આહાર–વિહાર–નિહારને છોડીને) કાયાત્સગ માં રહે, દેવાદિના ઉપસર્ગો અને પરીષહેને પશુ સમતાપૂર્વક સહન કરે, આહાર અલેપકૃત અને તે પણ એષણાના સસૃક્ષાદિ સાત પ્રકારા પૈકી ઉદ્ધતાદિ પાંચ પ્રકારામાંના અન્યતર બે પ્રકારાથી લેવાના અભિગ્રહ કરી, એક પ્રકારથી આહાર અને બીજા પ્રકારથી પાણી ગ્રહણ કરે.
પ્રતિમા ગ્રહણ કરનાર ગચ્છમાં પરિકર્યા પછી ગચ્છમાંથી નીકળીને પહેલી એક મહિનાની પ્રતિમા ગ્રહણ કરે, તે એક મહિના સુધી આહાર અને પાણીની એક એક દત્તિ ગ્રહણ કરે, મહિના પૂર્ણ થતાં પુનઃ ગચ્છમાં આવે અને બીજીનું પરિકમ બે મહિના સુધી ગચ્છમાં કરી બીજી પ્રતિમાને સ્વીકારે એમ સાત પ્રતિમા માટે સમજવું, માત્ર એટલું વિશેષ છે કે જેટલામી પ્રતિમા ાય તેટલી વ્રુત્તિએથી આહાર અને તેટલી દૃત્તિઓથી પાણી વહારે. આઠમી–પહેલા સાત અહેારાત્રની પ્રતિમામાં ગામની