________________
ભિક્ષુની બાર પડિમાઓ.
પડિમા=પ્રતિમા, એને અર્થ એ છે કે વિશેષ આરાધનાની યોગ્યતા કેળવીને તે પ્રમાણે આરાધના માટે વિશેષ (આક) અભિગ્રહ કરે-પાળવે.
ગૃહસ્થને સમ્યક્ત્વ પ્રતિમા વિગેરે અગીઆર પ્રતિમા હોય છે, કિન્તુ સાધુને બારપ્રતિમાઓ કહેલી છે. ૧-એકમાસિકી, ૨-દ્વિમાસિકી, ૩-ત્રણમાસિકી, ચાર માસિકી, ૫-પાંચ માસિકી, ૬-છ માસિકી, છ-સાત માસિકી, ૮-પ્રથમ સાત અહોરાત્રની, ૯-બીજા સાત અહોરાત્રની, ૧૦-ત્રીજા સાત અહોરાત્રની, ૧૧-એક (ત્રણ) અહેરાત્રની અને ૧૨-એક રાત્રિની. કહ્યું છે કે –
मासाई सत्ता, पढमाबिइतइअसत्तरायदिणा। अहगइ एगराई, भिक्खूपडिमाणबारसगं ॥१॥
ભાવાર્થ-એકથી સાત સુધી એક મહિના બે મહિના વિગેરેની અર્થાત્ જેટલામી પ્રતિમા હોય તેટલા મહિનાની આઠમી, નવમી, દશમી સાત સાત અહોરાત્રની, ૧૧ મી એક અહોરાત્રની અને ૧રમી એક રાત્રિની, એમ ભિક્ષુએની પ્રતિમાઓ બાર જાણવી.
આ પ્રતિમાઓનું પાલન કરવા ઇરછતા સાધુ પહેલાં ગચ્છની નિશ્રાએ જિનકલ્પિકની જેમ તપ, શ્રુતજ્ઞાન સંઘયણ, એકત્વ અને સત્ત્વ એ પાંચ વિષયમાં પરિકર્મ એટલે તુલના કરે, તે તે વિષયમાં આત્માની યેગ્યતા