________________
૨૯૩
અષ્ટ પ્રવચનમાતાએ સાવદ્ય-કઠેર-તુચ્છ વિગેરે દુષ્ટ વચનથી અટકવું અને સત્ય, પથ્ય, મિત અને પ્રતિકારક બોલવું તે ૧૬-વાસંયમ અને ગમનાગમનાદિ અવશ્ય કરવા યોગ્ય પ્રવૃત્તિમાં ઉપયોગ પૂર્વક કાયવ્યાપાર કરવો તે ૧૭–કાયસંયમ. એમ હિંસાદિ આશ્રવોથી અટકવા રૂપ સંયમ સત્તર પ્રકારે જાણવો.
અષ્ટ પ્રવચનમાતા. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ, એમ આઠને પ્રવચનની (ચારિત્રની) માતાઓ કહી છે. કહ્યું છે કે –
एताश्चारित्रगात्रस्य, जननात् परिपालनात् । संशोधनाच्च साधूनां, मातरोष्टौ प्रकीर्तिताः ॥१॥
અર્થ—આ પાંચસમિતિ અને ત્રણ ગુણિએ સાધુએના ચારિત્રરૂપી શરીરને પુત્રને જન્મ આપે છે, પાલન કરે છે અને શુદ્ધ કરે છે, તેથી તે આઠને માતાઓ કહી છે. તે વસ્તુતઃ મન, વચન અને કાયાના યોગના બળે અભ્યતર સંયમ (જ્ઞાનાદિ ગુણે) પ્રગટે છે. માટે તેની શુભમાં પ્રવૃત્તિ અને અશુભમાંથી નિવૃત્તિ કરવાના ઉપાય રૂપે આઠ પ્રવચનમાતાઓનું વિધાન છે.
ગુપ્તિઓ, તે તે મન-વચન અને કાયાની સદેવ શુભમાં પ્રવૃત્તિ અને અશુભથી નિવૃત્તિરૂપ છે અને સમિતિઓ, જીવનના (સંયમના) આહાર-નિહાર-વિહારાદિ વ્યાપાર કે જ્ઞાનાદિગુણેના વિકાસાર્થે વિનય, વિયાવચ્ચ, સ્વાધ્યાય, કાયોત્સર્ગ, ધ્યાન, ઈત્યાદિ વ્યાપારે - કરતાં સમ્યગૂ જયણ (યતના) પાળવા રૂપ છે, એમ બેમાં ભિન્નતા