________________
અષ્ટ પ્રવચનમાતાઓ,
૨૯૭ પૂર્વક ચક્ષુથી જેઈને પછી રજોહરણાદિથી પડિલેહીને લેવી કે મૂકવી તે આદાનસમિતિ કહી છે.
પુનઃ પુનઃ પૂજવું, પ્રમાજવું, એ અહિંસાના પાલન માટે આવશ્યક છે, તેમાં પ્રમાદ કરનારને જીવ ન મરે તે પણ અહિંસાની બેદરકારીરૂપે (સંભવ) હિંસા લાગે છે, માટે શ્રીજિનેશ્વરાએ આ સમિતિમાં વસ્તુ માત્ર લેતાં-મૂકતાં પૂજવા-પ્રમાર્જવાનું વિધાન કરેલું છે. પ-પારિષ્ઠાપનિકાસમિતિ–
कफमूत्रमलप्राय, निर्जन्तुजगतीतले । यत्नाद्यदुत्सृजेत्साधुः, सोत्सर्गसमितिर्भवेत् ॥५॥
અર્થ-કફ, લેમ્બ, માત્રુ, થંડિલ વિગેરે તથા નિરૂપગી પરઠવવા ગ્ય વસ્ત્ર, પાત્ર, આહાર, પાણી વિગેરે વસ્તુઓને સાધુ ત્રસ સ્થાવર જીવથી રહિત અચિત્ત ભૂમિમાં જયણાપૂર્વક પાઠવે તે પારિકાપનિકાસમિતિ જાણવી.
જેમ શરીરમાં નિરૂપકાર બની ગયેલ અલ્પ પણ મળી રહી જાય તે પીડા ઉપરાંત અન્યને પ્રગટ કરે છે તેમ સંયમી જીવનમાં નિરૂપયોગી બની ગએલી વસ્તુ નહિં પરઠવવાથી તેના ઉપર મમત્વ અને પ્રમાદનું કારણ બને છે પરિણામે સંયમને પીડારૂપ અને ઉત્તરોત્તર પ્રમાદની વૃદ્ધિમાં સહાય કરે છે, જેમ ઉપયોગી પણ વસ્તુ પ્રમાણુતીત લેવાથી શરીરને બાધા-રોગ કરે છે તેમ ઉપયોગી ઉપકરણ માટે પણ સંયમને અંગે સમજી લેવું. હવે ત્રણ ગુપ્તિઓ પૈકી પહેલી મનગુપ્તિ કહે છે કે
विमुक्तकल्पनाजालं, समत्वे सुप्रतिष्ठितम् । आत्मारामं मनस्तज्जै-मनोगुप्तिरुदाहृता ॥१॥