________________
-
-
શ્રમણ ક્રિયા સૂત્રસદ ચારિત્રના સાધન–ભૂત સાધુના શરીરને ટકાવવા શ્રીજિનેશ્વએ સાધુઓને પાપરહિત આજીવિકા બતાવેલી છે.
અર્થાત્ આ આહારદિને ઉપગ ઇન્દ્રિયની તૃપ્તિ માટે નહિ, પણ સંયમની સાધના માટે લેવાને છે, માટે રાગ-દ્વેષાદિને વશ થયા વિના ઉદાસીનપણે વાપરવાનું છે, એમ આત્માને સમજાવવો.
તે પછી કાયોત્સર્ગ પારીને પ્રગટ લોગસ્સ કહે અને ગુરૂના પુણ્યપ્રભાવથી મળેલી તે વસ્તુઓ તેઓને સોંપી દેવી અને તેઓ તેમાંથી જે આહારાદિ વાપરવાનો આદેશ કરે તે જ નિરીહભાવે વાપરવું. એમ કરવાથી ગુરૂની કૃતજ્ઞતા સચવાય છે, કર્મોની નિર્જરા થાય છે અને રાગ-દ્વેષ વિગેરે થવાને પ્રસંગ આવતું નથી, ઉપરાંત શરીરનું આરોગ્ય પણ બગડતું નથી.
પ્રતિદિન સાત વાર ચૈત્યવન્દન.
૧–પ્રાતઃકાળે જાગ્યા પછી જગચિંતામણીનું જયવયરાય સુધી, ૨-રાઈપ્રતિકમણમાં વિશાલચનનું, ૩જિનમંદિરમાં, ક–પચ્ચખાણ પાર્યો પૂર્વે અને પ-ભજન કર્યા પછી જગચિતામણીનું જયવીયરાય સુધી, ૬-દેવસિક પ્રતિકમણમાં “નમોસ્તુ વર્ધમાનાય’નું અને ૭–સંથારા પિરિસિમાં ચઉક્કસાયનું, એમ સાત ચિત્યવન્દને કરવા જોઈએ
ચાર વાર સજઝાય. ૧ સવારે પ્રતિકમણમાં “ભરફેસર બાહુબલી ૨ સાંજે પ્રતિકમણમાં, ૩ સવારે પડિલેહણ પછી ધર્મો મંગલની, અને ૪ સાંજે પડિલેહણની મધ્યમાં “ધર્મો મંગલ મુકિકઠં વિગેરે પાંચ ગાથાની, એમ ચાર વાર સક્ઝાય કરવી.