________________
ચસિત્તરીમાં મહાવ્રતા.
૨૭૩
અન્નત્તાદિ ચારે પ્રકારનું અદત્તાદાન જાવજ્જીવ સુધી ત્રિવિધે ત્રિવિધ તજવું તે અચૌર્ય વ્રતનું લક્ષણ સમજવુ. ચેાથા બ્રહ્મવ્રતનું લક્ષણ આ પ્રમાણેदिव्यमानुषतैरश्च - मैथुनेभ्यो निवर्त्तनम् । त्रिविधं त्रिविधेनैव तद् ब्रह्मव्रतमीरितम् ||६|| ભાવા-દેવ, મનુષ્ય અને તિર્યં ચનાં મૈથુનથી ત્રિવિધ ત્રિવિધે નિવૃત્ત થવું તેને બ્રહ્મચર્ય વ્રત કહ્યુ છે. અર્થાત્ વૈક્રિય અને ઔદારિક કામભેગાના મન, વચન અને કાયાથી કરવા-કરાવવા અને અનુમેદવાના પણ ત્યાગ કરવા તે (ર×૩=૬×૩=૧૮) અઢાર પ્રકારે બ્રહ્મચય કહ્યું છે. પાંચમા મહાવ્રતનું લક્ષણ આ પ્રમાણેपरिग्रहस्य सर्वस्य सर्वथा परिवर्जनम् । आकिञ्चन्यत्रतं प्रोक्त-मर्हद्भिर्हितकाङ्क्षिभिः ||७|| ભાવા-સચિત્ત અચિત્ત કે મિશ્ર પદાર્થોના અથવા દ્રવ્ય ક્ષેત્ર-કાલઅને ભાવના મૂર્છારૂપે ત્રિવિધ ત્રિવિધથી જાવજ્જીવ પન્ત ત્યાગ કરવા તેને હિતેચ્છુ એવા અરિહંતાએ અરિગ્રહવ્રત કહ્યુ છે અર્થાત્ સયમાપકારક પદાર્થો રાખવા છતાં તેમાં મમત્ત્વ નહિ કરવું તે અપરિગ્રહવત સમજવુ. માટે જ મુનિઓને શરીરાદિ ધર્મોપકરણમાં મૂર્છાના અભાવે મુક્તિ થાય છે તેવી રીતે સાધ્વીને પણ શાસ્ત્રાક્ત વજ્રપાત્રાદિ રાખવા છતાં મૂર્છાના અભાવે મુક્તિ થવામાં કંઈ ખાધક નથી. આ ગ્રન્થમાં જુદી કહેલી પાંચ મહાવ્રતાની પચીસ ભાવનાઓથી પવિત્ર (નિરતિચાર) પાળેલાં આ વ્રતા યથા ગુણ સાધક અને છે.