________________
२७२
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ
દશાન્ત પડેલા કલહ કષાયને ઉદીરનારી, એમ છ પ્રકારની ભાષાને અપ્રશસ્ત કહી છે. તથા માર્ગમાં ‘ પારધી પૂછે કે મૃગલાં કયી દિશામાં ગયાં છે ? ત્યારે એ જાણવા છતાં સાચું કહેતા પારધી મૃગલાંને મારે' માટે એવી અહિતકારક જીવઘાતક ભાષા પણ સત્ય છતાં અસત્ય સમજવી. શાસ્રમાં કહ્યું પણ છે કે-પરને પીડા કરનારૂં હોય એવું સત્ય પણ નહિ બેલવું, આ ગ્રન્થમાં કહેલા ચાર પ્રકારની ભાષાના બેતાલીસ ભેદોને જાણી-સમજીને આ વ્રતનું પાલન કરવું.
ત્રીજા અચૌય વ્રતનું લક્ષણ આ પ્રમાણેसकलस्याप्यदत्तस्य, ग्रहणाद्विनिवर्त्तनम् । સર્વથા નીવન યાવત, તખ્તેયવ્રતં મતમ્ ॥ ધો ભાવાર્થ –સ્વામિ અદત્ત' વિગેરે ચારે ય પ્રકારના અદત્તને ત્રિવિષે ત્રિવિધે નહિ લેવાના જીવન પર્યન્ત નિર્ણય કરવા તે ત્રીજી અચૌર્ય વ્રત કહ્યું છે. તેમાં તૃણુ, કાષ્ટ વિગેરે વસ્તુ તેના માલિકે આપ્યા વિના લેવી તે સ્વામિ અદત્ત, કોઈ માતાપિતાએ પેાતાના પુત્રને દીક્ષા આપવા વહેારાવવા છતાં તે પુત્રની ઈચ્છા ન હેાવા છતાં દીક્ષા આપવી વિગેરે તે જીવઅદત્ત, તીથંકરાએ નિષેધેલા આધાકર્મિક આહાર આદિ પિંડ લેવા તે તીર્થંકર અદત્ત અને માલિકે આપેલું, શ્યાધાકર્મિકાદિ દોષ રહિત, અજીવ (અચિત્ત), પણ ગુરૂની અનુમતિ વિના લેવું–વાપરવું તે ગુરૂ અદત્ત સમજવુ’, ગામ નગર અથવા અરણ્યમાં, અલ્પ કે ઘણું, નાનું કે માટુ', અને સચિત અથવા અચિત્ત કોઈ પણ સ્વામિ