________________
૨૫૮
શ્રમણ ક્રિયા સૂત્ર સન્દર્ભ લંગડે, ઉઠવા બેસવામાં અગ્ય બનેલો, એવા માણસના હાથે લેવાથી આહારાદિ પડી જાય, પાત્ર ફૂટી જાય કે તે નીચે પડી જાય વિગેરે દે સંભવિત છે, માટે કપાએલા હાથવાળ બીજાની સહાયથી અને પગ છેદાએલો બેઠાં બેઠાં આપે તે અલ્પ ગૃહસ્થની હાજરીમાં લેવું કલ્પ.
૧૧–અંધ=નહિ દેખવાથી વહોરાવતાં છ કાયની વિરાધના થાય, માટે બીજાની સહાયથી આપે તે લેવું કલ્પ.
૧૨-નિગડિત હાથે બેડી (બંધન)માં પડેલો, કે પગથી હેડમાં પુરાએલ, તે વહોરાવતાં ઢોળે કે પડી જાય વિગેરે કારણે લેવું ન કલ્પે જે તે ઢીલા બંધનવાળો હોય અને હાથ લાંબા પહોળા કરી શકતો હોય કે સ્વયં ખસી શકતો હોય તે તેની શ્રદ્ધાને અખંડ રાખવા માટે લેવું કલ્પ.
૧૩-ત્વગુણી=ચામડીના રેગવાળો કોઢવાળે, રગત પિત્તિઓ, ખસવાળે, ઈત્યાદિ તેના હાથે લેતાં ચેપી રેગને ભય રહે અને લોકમાં દુર્ગછાદિથવાથી શાસનની માલિનતા થાય માટે ન કલ્પ પણ જેને કોઢ વિગેરે રોગ સૂકો હેય, અશુદ્ધિ કે ચેપકારક ન હોય તે લેવું કલ્પે.
૧૪-ગણિી તેના ઉઠવા-બેસવાથી ગર્ભને બાધા થાય માટે નવમા માસે તેના હાથે સ્થવિરકલ્પી સાધુએ ન વહોરવું. જિનકલ્પીને તે તેમને કલ્પ નિરપવાદ હોય છે અને ગર્ભનું જ્ઞાન હોય છે માટે ગર્ભ રહે તે દિવસથી તેઓ ગણિીના હાથે ન વહેરે. (સ્થવિર કલ્પી, ઉઠ્યા-બેઠાં વિના જ મૂળ હાલતમાં પહેરાવી શકે તેમ હોય તે તેની દાનરૂચિના રક્ષણ માટે તેના હાથે નવમા મહિને પણ લેવું ક૯૫).