________________
ગેરીના દમાં રાજપિંડ.
૨૬૫ રાજપિંડને નિષેધ. રાજાને પિંડ લેવાને પણ પહેલા છેલ્લા તીર્થકરના શાસનમાં નિષેધ છે, કારણ કે ત્યાં પિંડ લેવા જતાં-આવતાં અપશુકન માની અધિકારી અને સાધુઓને ઉપદ્રવ કરે અથવા “આ તે રાજાને ત્યાંથી ઈચ્છિત અને સ્વાદિષ્ટ ભેજનને લેનારા સુખશીલિઆ છે એમ લોકમાં અપવાદ થાય, માટે નીચે પ્રમાણે આઠ પ્રકારને રાજપિંડ સાધુએ લેવો નહિ. 1-અશન, ૨–સ્થાન, ૩-ખાદિમ, સ્વાદિમ, ૫-પાદછન, દ–વસ્ત્રો, છ–પાત્રો અને ૮-કામળ,
ગૃહસ્થ ધર્મમાં વ્યાપારશુદ્ધિ-ન્યાયપાર્જિત ધન દુર્લભ છે તેમ સાધુધર્મમાં શુદ્ધ આહાર મેળવવો દુર્લભ છે, માટે આત્માથીએ તે માટે સવિશેષ ઉદ્યમ કરવો.
આવે શુદ્ધ આહાર પણ બે કેશ ઉપરાંત દૂરથી લાવેલ હોય તે ક્ષેત્રાતિત કહ્યો છે અને પહેલા પ્રહરને વહેલો ત્રીજા પ્રહરની સમાપ્તિ થતાં કાલાતીત કહ્યો છે, માટે બે કેશ ઉપરાંતને અને ત્રીજા પ્રહર પછીને આહાર વાપરવા ન ક.
એ પ્રમાણે શુદ્ધ આહાર લાવીને ગુરૂ સમક્ષ આલેઅનાદિ કર્યા પછી માંડલી સાથે વિધિપૂર્વક વાપરે. તેમાં નીચેના પાંચ દોષને ટાળે.
ગ્રામૈષણાના પાંચ દો. “સંગના પમાળ, હૃાા છૂમ કાર જેવા સંજના-પ્રમાણાદિ પાંચ દોષો આ પ્રમાણે છે.
૧-સંજના=રસના લોભથી જેટલી વિગેરે દ્રવ્યને ખાંડ-ઘી વિગેરે અન્ય દ્રવ્યથી મિશ્રિત (સંજિત) કરવાં તે. આવી સંજના સાધુએ નહિ કરવી.
૧૭