________________
२६४
શ્રમણ ક્રિયા સૂત્રસદર્ભ કેઈ કારણે સવારે પ્રતિક્રમણ બીજા મકાનમાં કરવું પડે તે બને મકાનના માલિકે શય્યાતર ગણવા, પણ એક મકાનમાં સમગ્ર રાત્રિ રહેવા છતાં ઉઘે નહિ, જાગે અને સવારે પ્રતિક્રમણ કારણવશાત્ બીજાના મકાનમાં કરે તે
જ્યાં પ્રતિક્રમણ કરે તેને માલિક શય્યાતર ગણાય, રાત્રે, જાગ્યા તે મકાન માલિક નહિ. કદાચ મકાન સોંપીને તેને માલિક દેશાન્તર જાય તે પણ શય્યાતર તે તે જ ગણાય બીજે નહિ.
વળી કઈ માત્ર વેશધારી સાધુ શય્યાતરને પિંડ તજે કે ન પણ તજે તે પણ ઉત્તમ સાધુ, તેને પણ ચારિત્રવંત માનીને તેને જે શય્યાતર હોય તેને પિંડ પણ અવશ્ય તજે.
કઈ ગાઢ બિમારીના કારણે બિમારને માટે શય્યાતરને પિંડ પણ કલ્પ, અને બિમારી ગાઢ ન હોય તે બિમારને ગ્ય વસ્તુ ગામમાં ત્રણ વાર ગોચરી ફરવા છતાં ન મળે છે તેવી વસ્તુ શય્યાતરની પણ લેવી કલ્પ. અને આગાઢ કારણે તે તરત જ પણ લેવી કલ્પ, એમ પ્રવચન સારોદ્ધાર ગા૮૫૧ની ટીકામાં છે.
કઈ અતિ શ્રદ્ધાળુ શય્યાતર ખૂબ આગ્રહથી વહેરવાની વિનંતિ કરે તે તેની શ્રદ્ધાને અખંડ રાખવા એક વખત વહોરી શકાય, બીજી વાર આગ્રહ કરે તો અવશ્ય નિષેધ કરવો જોઈએ.
તથા મારી-મરકી જેવા ઉપદ્રવ પ્રસંગે, રાજભય, ચોરભય, કે દુષ્કાળ વિગેરેના કારણે પણ શય્યાતર પિંડ લઈ શકાય.