________________
ગોચરીના દે
૨૬૧ શંકાવાળું હોવાથી સાધુને લેવું ન કપે, કારણ કે તે લેવાથી ગૃહસ્થને કલહાદિ થાય અને સાધુને શકિતાદિ દોષ લાગે. અહીં કહ્યો તે “દાતૃભાવ અપરિણત અને પૂર્વે જણાવ્યું તે “સાધારણ અનિસૃષ્ટ” આ બે દેષમાં દેવાના પરિણામ ન હોય તે ગૃહસ્થની હાજરીમાં બીજે આપે તે દાતૃભાવ અપરિણત અને પક્ષમાં આપે તે સાધારણ અનિરુણ એમ ભેદ સમજ. અન્યથા બેમાં સમાનતા આવી જાય.
૯-લિસજે વસ્તુથી ચીકાશ વિગેરે લેપ લાગે તે લિત કહેવાય. ઉત્સર્ગથી સાધુએ તેવાં દહીં, દૂધ, છાશ, ઘી, વિગેરે જેવાં નહિ, કિન્તુ લેપ ન લાગે તેવાં વાલ-ચણા વિગેરે લેવાં જોઈએ. છતાં વિશેષ કારણે લિપ લાગે તેવી વસ્તુ પણ લઈ શકાય ત્યારે સંસૃષ્ટ–અસંસૃષ્ટ હાથ, પાત્ર અને સાવશેષ-નિરવશેષ દ્રવ્ય એ ત્રણ પદના આઠ ભાંગા થાય છે તેમાં સાવશેષ દ્રવ્યવાળા ચાર ભાંગાથી વહોરવું કપે, એમાં એમ સમજવાનું છે કે હાથ અને પાત્ર ખડેલાં કે અખરડેલાં હોય તે પણ પશ્ચાત્ કર્મને સંભવ નથી, પણ દ્રવ્ય સપૂર્ણ વહોરવામાં આવે તો ખાલી થએલા ભાજનને સાફ કરવાથી પશ્ચાત્ કર્મને સંભવ છે, માટે પાત્ર સંપૂર્ણ ખાલી થાય તેમ નહિ વહોરવું.
૧-સં૦ હ૦, સં૦ પાત્ર, સાવ દ્રવ્ય. ૨-સં૦ હ૦,
નિરવ દ્રવ્ય. |. ૩- , અસં૦ પાત્ર, સાવ૦ દ્રવ્ય.
૪– , , નિર૦ દ્રવ્ય. ૫–અસં. હસ્ત, સં૦ પાત્ર સાવ દ્રવ્ય.