________________
શ્રીપાક્ષિસૂત્ર
૧૯૩ જાતિથી જાણવા, તેઓનું ઝેર અનુક્રમે આ પ્રમાણે છે. વિછીનું ઉત્કૃષ્ટથી અર્ધા ભરતક્ષેત્ર જેવડા શરીરમાં, દેડકાનું સંપૂર્ણ ભરત જેવડા શરીરમાં, સર્પનું જમ્બુદ્વીપ જેવડા શરીરમાં અને તેવા મનુષ્યનું ઝેર ઉત્કૃષ્ટથી અઢી દ્વીપ જેવડા શરીરમાં વ્યાપક બને છે, અને કર્મથી પંચેન્દ્રિય તિર્યો મનુષ્ય અને અપર્યાપ્ત અવસ્થામાં પૂર્વભવની લબ્ધિવાળા સહસ્ત્રાર સુધીના દેવ જાણવા. તપશ્ચર્યાથી અથવા બીજી શક્તિથી આ આશીવિષ વિંછી-સર્પ વિગેરેની જેમ શાપ વિગેરેથી બીજાને નાશ કરી શકે છે, માટે તેવા કર્મથી તેઓ આશીવિષ કહેવાય છે, એ આશીવિષ સ્વરૂપને જેમાં વિચાર છે તે “આશીવિષ ભાવનાઓ જાણવી. ૩૪-દષ્ટિવિષમાવના =જેની દષ્ટિમાં ઝેર હોય તે દષ્ટિવિષ કહેવાય છે અને તેઓને વિચાર જેમાં કરેલ હોય તે “દૃષ્ટિવિષભાવનાઓ” કહેવાય છે. ૩૫-રામાવનાઃ ”=જંઘાચારણ અને વિદ્યાચારણ બંને પ્રકારના ચારણલબ્ધિવાળા મુનિએનું વર્ણન જેમાં છે તે “ચારણભાવનાઓ કહેવાય છે. ૩૬-મસ્વિાનમવિના ગજ-વૃષભ આદિ મહાસ્વપ્નનું સ્વરૂપ જેમાં વિસ્તારથી જણાવેલું છે તે ગ્રન્થશ્રેણીને “મહાસ્વપ્નભાવનાઓ” કહેવાય છે. ૩૭– તૈનસાનિનિસ તેજલેશ્યા દ્વારા તેજસ અરિનને બહાર ફેંક વિગેરે વર્ણન જેમાં છે તે તેજસાનિ નિસર્ગ કહેવાય છે, આ આશીવિષભાવના વિગેરે પ્રાંચનું વર્ણન તેના નામને અનુસરે કહ્યું છે, એથી વિશેષ વર્ણન શાસ્ત્ર યા પરંપરાથી દેખવા મળતું નથી. એમ વૃત્તિકાર જણાવે છે. “સર્વમિન્નતસ્મિકાળે વર્જિ