________________
૨૪૪
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ તે કર્માદેશિક ૩, ઉષ્ટિમાં માત્ર વિભાગ કરવાનું, કૃતમાં સચિત્ત આરંભ વિના સંસ્કારવાનું અને કર્મમાં અગ્નિ આદિના ઉપયોગ કરવાપૂર્વક આરભથી સંસ્કારવાનુ` હાવાથી ઉત્તરાત્તર તે ત્રણે વધારે દોષવાળા જાણવા. તે દરેકના પણ ઉદ્દેશ, સમુદ્દેશ, આદેશ અને સમાદેશ એમ ચાર ચાર ભેદો પડે છે, જે સમસ્ત યાચકોને આપવાની કલ્પનાવાળુ તે ઉદ્દેશ, ચરક, પાખડીઓને આપવાની કલ્પનાવાળુ તે સમુદ્દેશ, નિગ્રન્થ (જૈન) શાકચ, તાપસ, ગરિક, ઔદ્ધ મતાવલંબી સાધુઓને આપવાની કલ્પનાવાળુ તે આદેશ અને નિદ્રંન્થ સાધુઓને આપવાની કલ્પનાવાળુ તે સમાદેશ, એમ ઉષ્ટિ કૃત અને કર્મના ચાર ચાર ભેદો જાણવા.
આધાકર્મ એટલે પ્રથમથી જ સાધુઓ માટે તૈયાર કરેલું અને આશિક એટલે પહેલાં પોતાને માટે તૈયાર કરેલું હોય તેમાં જ પુન: સાધુ માટે સંસ્કાર કરેલું, એમ એમાં ભિન્નતા સમજવી.
૩-પૃતિક =આધાકર્મના લેશ માત્ર પણ જેમાં લાગ્યા હાય તે શુદ્ધ છતાં પૂતિકમ જાણવું. તેથી વહેારતાં આધાક થી ખરડાએલાં કડછી, ચમચા કે ભાજન વિગેરેના ઉપચાગ ન કરવા.
૪–મિશ્રજાત=પ્રથમથી જ પેાતાના અને સાધુના ઉદ્દેશથી ભેગુ' તૈયાર કરેલું. તેના યાવદર્થિકમિશ્ર, પાખડીમિશ્ર અને (જૈન) સાધુમિશ્ર એમ ત્રણ ભેદો કહ્યા છે. શ્રમણાને પાખ ડીએની ભેગા ગણવાથી ‘શ્રમણમિશ્ર’ ભેદ જુદો નથી કહ્યો. ૫-સ્થાપના=સાધુને નિમિત્તે કેટલાક વખત મૂકી