________________
શ્રીપાક્ષિકસૂત્ર
૨૨૩ ત્રણ પ્રમાર્જના, પુનઃ ત્રણ અફડા અને ત્રણ પ્રમાર્જના અને ત્રીજી વાર ત્રણ અફડા અને ત્રણ પ્રમાર્જના કરવી તે આંતરે આંતરે નવ અખોડો અને નવ પ્રમાર્જના મળી અઢાર, એમ ૧-દષ્ટિપડિલેહણા, ૬-ઉર્વપ્રસ્ફોટક, ૯–અખોડા અને ૯-પ્રમાર્જન મળી ૨૫ પડિલેહણા સમજવી. - ત્રીજી પડિલેહણા સૂર્યોદય પછી પિણ પ્રહરે પાત્ર અને પડલા, ઝેળી, ગુચ્છ વિગેરે પાત્રોના ઉપકરણની કરવાની છે. - આ ત્રણ વખતની પડિલેહણા ઉપરાંત પ્રભાતે પતિલેહણ પછી વસતિની પ્રાર્થના અને સાંજે ત્રીજા પ્રહરને અંતે વસતિની પ્રમાર્જના કરી ઉપધિની પડિલેહણા કરવાનું પ્રવચન સારોદ્ધાર વિગેરેમાં કહેલું છે. વર્ષા કાળમાં વસતિ પ્રમાર્જના ત્રણ વાર, જીવસંસક્ત વસતિ હોય તે અનેકવાર કરવી એમ કહ્યું છે અને એમ છતાં પણ જીવયેતના ન પાળી શકાય તે જેને ઉપદ્રવ હોય તે વસતિ બદલવાનું વિધાન કરેલું છે. .
પડિલેહણાના હેતુઓ જણાવતાં કહ્યું છે કેपडिलेहणाए हेउ, जइवि जीअरक्खणं जिणाणा य । तहवि इमं मणमक्कड, निज्जतणत्थं गुरू बिंति ॥४॥
અર્થ—જો કે પ્રતિલેખનાના સામાન્ય હેતુઓ તે જીવરક્ષા અને જિનાજ્ઞાનું પાલન છે તે પણ મુખ્યતયા પડિલેહણા આ મનરૂપ માંકડાને વશ કરવા માટે કરવાની છે. એ માટે પડિલેહણ કરતાં જે જે બેલને ચિંતવવાના છે તે ઉપયોગી હોવાથી અહીં આપીએ છીએ.