________________
દહૈ. સત્તર ગાથા.
૨૩૫ સાધના માટે અહારાદિ પિંડ શુદ્ધ જોઈએ માટે તે કેવી રીતે લેવો તે જણાવવા માટે કહે છે કે...)
નહીં =જેમ વૃક્ષોનાં પુષ્પોમાંથી ભમરે અલ્પ અલ્પ રસ (મકરંદ) ચૂસે છે છતાં પુષ્પને પીડા કરતું નથી અને પિતાને તૃપ્ત કરે છે. (૨)
મેo=એ રીતે આ લેકમાં જે સાધુએ તપસ્વી અને સંતોષી છે, બાહ્ય-અત્યંતર પરિગ્રહથી મુક્ત છે, તેઓ “પુષ્પમાંથી ભમરાઓ રસ લે છે તેમ ગૃહસ્થ આપેલા પ્રાસુક આહાર વિગેરેમાં એષણા (શુદ્ધિ)ની રક્ષા માટે રક્ત હોય છે અર્થાત્ દાતારને પીડા ન થાય તેમ ઘણાં ઘરમાંથી અલ્પ અલ્પ પ્રાસુક આહાર ગ્રહણ કરવાની વૃત્તિવાળા હોય છે. (૩)
વચં =(તેઓ સદૈવ એવું ધ્યાન કરે છે કે- જેમ ભમરા પિતાને માટે નહિ ઉગેલાં પુપિમાંથી રસ લે છે તેમ અમે પણ “યથાકૃત” એટલે અમારે માટે કૃત નહિકારિતા નહિ કે અનુમત નહિ એવા એટલે ગૃહસ્થ પિતાને માટે તૈયાર કરેલા પદાર્થો (અશનાદિ) રૂ૫ વૃત્તિ (આજીવિકા) મેળવીશું. તે પણ ભમરાઓ જેમ પુષ્પને પીડા ઉપજાવ્યા વિના અલ્પ અ૮૫ રસ ચૂસે છે તેમ અમે પણ કઈ ગૃહસ્થની આજીવિકાને અને તેના મનને (ભાવને) કલામણ ન થાય (ધકકો ન પહોંચે) તેમ ગ્રહણ કરીશું. (૪).
- કોઈને અપ્રીતિ કે અસદ્ભાવ પેદા કરવો તે પણ (ભાવથી) હિંસા કહી છે, માટે અહિંસકવૃત્તિવાળા સાધુને કઈ કારણે બીજાને માનસિક દુ:ખ પણ ન થાય તેમ જીવવાનું હોય છે, સાધુ પ્રત્યે