________________
૨૪૧
૬૦ વૈ૦ સત્તર ગાથા. પુરૂષોત્તમ રથનેમી ભેગથી અટક્યા તેમ ભેગની (વિષની) લાલસાથી અટકે છે (૧૬).
એ પ્રમાણે સંયમમાં સ્થિર થવાને ઉપદેશ આપીને હવે સંયમમાં વર્તતા આત્માએ નહિ સેવવા ગ્ય (અનાચીર્ણ)ને સેવવાને નિષેધ કરવા કહે છે કે –
“સંગને સુHિi” ઈત્યાદિ = જેનું સ્વરૂપ પૂર્વે કહ્યું તે સંયમમાં શાસ્ત્રાજ્ઞાનુસાર સ્થિર રહેલા, “વિપ્રમુક્તા બા અભ્યતર પરિગ્રહથી ભાવપૂર્વક મુક્ત થએલા, તેથી જ વાતા એટલે સ્વ- પરના રક્ષક, “મહર્ષિએ” એટલે મહાયતનાવાળા એવા તે નિર્ચ ને એટલે સાધુઓને આ તે પછીની ગાથામાં જણાવેલા ભાવ) અનાચરિત એટલે નહિ આચરવા ગ્ય (અકરણીય) છે (૧૭).
આ સત્તર ગાથાઓને સજઝાય (સ્વાધ્યાય) માનવામાં આવે છે. સાધુ-સાધ્વીઓને સજઝાયને સ્થાને એમાંની પહેલી પાંચ ગાથાઓને ઉપયોગ કરવાનું હોય છે અને પચ્ચખાણું પાર્યા પછી પૂર્વકાળે દશવૈકાલિકના પાંચમાં અધ્યયન સુધી સ્વાધ્યાય કરી આહાર વાપરવાને વિધિ હતો તેને બદલે વર્તમાનમાં આ સત્તર ગાથારૂપ સ્વાધ્યાય કરીને આહાર વાપરવાને વિધિ ચાલુ છે.