________________
રરર
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ બીજી પ્રતિલેખનામાં દિવસના ત્રીજા પ્રહરને અંતે ચૌદ ઉપકરણનું પડિલેહણ કરવાનું છે તેમાં પ્રથમ મુહપત્તી, પછી ચલપો, તે પછી પાત્રાને ઉપરને ગુછો, ચરવળી, ઝેળી, પડલા, રજસ્ત્રાણું, નીચેને ગુચ્છો, નાનું પાત્ર, મેટું પાત્ર, તે પછી રજોહરણ અને ત્રણ કપડા એમ ચૌદ સમજવાં. ઉપલક્ષણથી બીજી પણ ઉપધિ પડિલેહવી.
આ અગીઆર અને ચૌદ મળી ૨૫ વસ્તુની પતિલેહણાને ૨૫ પ્રકારે કહેવાય છે. અન્ય મત મુહપત્તિના પચીસ બેલ બેલ વાપૂર્વક મુહપત્તિ વિગેરેનું પડિલેહણ થાય છે, તે ૨૫ પ્રકારે આ પ્રમાણે કહ્યા છે. दिद्विपडिलेह एगा, छ उड्ढपक्खोड तिग तिगंतरिआ । अक्खोड पमज्जणया, नव नव मुहपत्ति पणवीसा ॥३॥
અર્થ–૧-દષ્ટિપડિલેહણા પ્રથમ મુહપત્તિને બન્ને પાસાં બદલીને દૃષ્ટિથી જોવાં, દ-ઉર્વપ્રસ્ફોટક તે પછી મુહપત્તિ બે હાથથી પકડીને પહેલાં ડાબા હાથે અને પછી જમણા હાથે નચાવવારૂપ ત્રણ ત્રણ પખેડા કરવા તે છ ઉર્વપખોડા. ૯ અકબડા અને ૯ પ્રમાજના તે પછી મુહપતિનાં ત્રણ વધુટક કરીને (જમણા હાથની આંગળીમાં વહુના ઘુંઘટની માફક ભરાવીને) હાથને સ્પર્શ નહિ તેમ ડાબા હાથની હથેળીથી કેણી સુધી મુહપત્તિને લઈ જતાં ત્રણ વાર અફડા કરવા અને તે પછી કેણીથી હથેલી તરફ લઈ જતાં મુહપત્તિ સ્પર્શે તેમ હાથને પ્રમાજે તે ત્રણ પ્રમાર્જના કરવી. એમ ત્રણ અફખોડા પછી