________________
૨૧૪
શ્રમણ ક્રિયા સૂત્રસદર્ભ કરવા માટે તે વિધિ છે. અણઘાડે = આગાઢ કારણના અભાવે અર્થાત બહાર નીકળી શકાય તેમ હોય ત્યારે બહારની ભૂમિ પૈકી અણહિયાસેના પ્રસંગે બારણાની પાસે બહાર અને અહિયાસે એટણે હાજત સહન થાય તેમ હોય ત્યારે સે ડગલાંની અંદરની ચોથી (છેલ્લી) ભૂમિમાં પરઠવવાનું વિધાન કરાય છે. ઉચ્ચારે પાસવર્ણ = વડીનીતિ લઘુનીતિ છે અને પાસવર્ણ = એક જ લઘુનીતિ સમજવાની છે. તથા આસને = નજીકમાં, મ = મધ્યમાં અને દૂર = દૂર, એમ ત્રણ ત્રણ ભૂમિકાઓ સમજવાની છે. તેમાં એ કારણ છે કે રાત્રિએ બહારની જમીનમાં કઈ બળદ વિગેરે પશુ આદિ અને અંદરની ભૂમિઓમાં કીડી, કેડી આદિ જીવોનો ઉપદ્રવ થાય તે નજીકની છોડીને મધ્યની અને મધ્યની છોડીને દૂરની ભૂમિને ઉપયોગ કરી શકાય. આગાઢ કારણે એટલે કેઈ રાજા, ચેર, પ્રત્યેનીક વિગેરેનો ભય હોય કે સંયમને ઉપઘાત થાય તેવાં વિશેષ કારણે હોય ત્યારે મકાનની બહાર ન જવું. એ રીતે માંડલાને ભાવ અને વિવેક સમજ. સંથારા પરિસી ભણાવવાનો વિધિ અને સૂત્રપાઠ.
સાંજના પ્રતિક્રમણ પછી ગુરૂની વિશ્રામણ કે સ્વાધ્યાય ધ્યાન વિગેરે કરતાં રાત્રિને એક પ્રહર પૂર્ણ થાય ત્યારે સાધુએ શયન કરવું તે પહેલાં નહિ, એવું શાસ્ત્રીય વિધાન છે. શયન અને નિદ્રા સંયમની આરાધનામાં શારીરિક સ્વસ્થતા માટે જરૂરી છે. આરામની અભિલાષા સાવદ્ય છે અને સંયમ માટે સ્વસ્થતાની અભિલાષા નિરવદ્ય છે, માટે એ ઉદ્દેશથી નિદ્રા લેવાને વિધિ છે. નિદ્રા વખતે ઉપગ અવરાઈ જાય છે, તેવા સમયે એકાએક આયુષ્યની સમાપ્તિ થઈ જાય તે જીવને અંતિમ આરાધના અધુરી