________________
શ્રીપાક્ષિકસૂત્ર
૨૧૯
પણ બીજાના કેાઈના નથી, એમ અદ્દીન મન વડે (મનમાં નિરાધારણાની દીનતા વિના) આત્માને શિખામણ આપે અર્થાત્ હે જીવ! આ સંસારના સબ ંધેા કૃત્રિમ છે, તું નિરાધાર નથી, પણ અરિહંતાદિના શરણે રહેલા છે, માટે નિય છે એમ સમજાવે. (૪)
1 મે॰ ઇત્યાદિ=મારા આત્મા એકલા છે, શાશ્વતા છે, જ્ઞાનદર્શન (વિગેરે ગુણા)થી સંયુક્ત છે, એ સિવાયના બીજા જે ભાવા મને મલ્યા છે તે (શરીરાદિ) સ` સંચાગરૂપ છે (માટે નાશવંત છે) (૫).
સંગમૂજા ઈત્યાદિ=જીવે જે દુ:ખની પરંપરા ભોગવી છે તે સર્વ સંચાગના કારણે ભાગવી છે, માટે સંયોગના સર્વ સંબધને (રાગને) ત્રિવિધે (મન-વચન અને કાયાથી) હું વોસિરાવું છું. (૬)
એમ ભાવિત થઇને સમ્યક્ત્વનું પચ્ચક્ખાણ કરવા માટે ત્રણ વાર “અરિહંત મારા દેવ છે, જાવજીવ સુધી સુસાધુઓ મારા ગુરૂએ છે અને શ્રીજિનકથિત ભાવા એજ તત્ત્વ (સત્ય) છે એમ હું સમ્યક્ત્વને ગ્રહણ કરૂં છું.” (૧) એમ કહે,
તે પછી ક્ષમાપનાદિ કરવા માટે—
મિલ॰ ઈત્યાદિ=હું બીજા જીવોને ક્ષમા કરૂં છું અને તેઓની પાસે મારા અપરાધાની ક્ષમા માગું છું. સર્વ (છ) નિકાયવર્તી જીવા મને ક્ષમા કરશ. હું સિદ્ધોની સાક્ષીએ આલેાચના કરૂં છુ કે મારે કોઈની સાથે વૈરભાવ નથી. (૧)