________________
૧૭૦
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ ન્યાયાધીશને ન્યાયાધીશ કહે તે ૫-રૂપ સત્ય. બીજી બીજી વસ્તુને આશ્રયીને બેલાય તે ૬-પ્રતીત્ય સત્ય જેમકે અનામિકા (પૂજનની આંગળી) ને ન્હાની અને મેટી કહેવી તે પ્રતીય સત્ય, કારણ કે તે કનિષ્ઠાથી મોટી છે અને મધ્યમાથી ન્હાની પણ છે. –વ્યવહાર સત્યએટલે “પર્વત બળે છે, ઘડે ઝમે છે, વિગેરે બેલવું તે, વસ્તુતઃ પર્વત નહિ પણ ઘાસ વિગેરે બળે છે, ઘડે નહિ પણ પાણી ઝમે છે, તે પણ વ્યવહારથી તેવું બોલાય છે, માટે તે સત્ય છે. ૮–ભાવ સત્ય—એટલે પદાર્થમાં જે ધમની વિશેષતા હોય તેને અનુસરે બોલવું તે. જેમકે ભમરામાં પાંચ વર્ણ હોવા છતાં કાળાં વર્ણની વિશેષતા હોવાથી ભમરાને કાળે કહેવો, બગલામાં શુક્લ વર્ણની વિશેષતા હોવાથી તેને શુદ્ધ કહેવો વિગેરે. –વેગ સત્ય-કઈ પદાર્થના બીજા પદાર્થ સાથેના વેગથીસંબંધથી તેને તેવો કહેવો તે. જેમકે દંડના વેગથી સાધુને “દષ્ઠી” કહેવો વિગેરે. તથા ૧૦ ઉપમા સત્યઉપમાને આરેપ કરવો તે જેમકે-મોટા સવરને સમુદ્ર, પુન્યવાન મનુષ્યને દેવ, કે શૂરવીરને સિંહ કહેવો વિગેરે. આ દશ પ્રકારનાં સાય જાણવાં.
દશ સમાધિસ્થાને આ પ્રમાણે કહ્યાં છે"इत्थिकहाऽऽसणईदिअ-निरिक्खसंसत्तवसहिवजणया । अइमायाहारपणीअ,-पुव्वरयसरणपरिहारो ॥ १ ॥ . न य साए य सिलोगे, मजिज्ज न सहरूवगंधे य, इय दस समाहिठाणा, सपरेसि समाहिकारंणओ ॥२॥"