________________
૧૮૨
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ છતાં “સતિ વીર્ય =આત્મામાં ઉત્સાહજન્ય બળ (વીર્ય) હોવા છતાં અને “ક્ષતિ પુરૂષીરપાત્ર = પુરૂષાભિમાનની સફળતા રૂપ પરાક્રમ હોવા છતાં, (જે વાચનાદિથી આરાધ્યું નહિ), “તોયમ–તે અવાચનાદિક પ્રમાદ કર્યો તેને ગુરૂમહારાજની સમક્ષ જણાવીએ છીએ કબૂલ કરીએ છીએ), પ્રતિમ=મિચ્છામિ દુક્કડંરૂપ પ્રતિક્રમણ કરીએ છીએ, ‘નિ =આત્મસાક્ષીએ પશ્ચાત્તાપ કરીએ છીએ, અમઃ= ગુરૂની સમક્ષ નિન્દા કરીએ છીએ, “રિવર્તયામ”=વિશેષ તયા તેડીયે છીએ અર્થાત્ એની પરંપરાને વિચ્છેદ કરીએ છીએ, “વિશોધયામ: તે પ્રમાદને દૂર કરી સર્વ રીતે આત્મશુદ્ધિ કરીએ છીએ, અને “મUતિય રિઝમઃ”=પુનઃ નહિ કરવાને નિશ્ચય કરીએ છીએ અને “ચથઈ =અપરાધને અનુસરે યાચિત “પવર્મ”="નિવિ વિગેરે તપને અથવા તપ એ જ પાપકર્મને છેદ કરનાર હોવાથી “કાશ્ચિત્ત પ્રાયશ્ચિત્તને “તિપવામ=અંગીકાર (સ્વીકાર) કરીએ છીએ, “તય સિધ્યા સુ9ત તેનું (અર્થાત્ છતાં બલ-વીર્ય–પરાક્રમે પણ જે વાચનપઠન આદિ ન કર્યું હેય તે અપરાધનું) “મિચ્છામિ દુક્કડં” દઈએ છીએ, એ પ્રમાણે આવશ્યક શ્રુતનું કીર્તન કર્યું. - હવે આવશ્યક સિવાયના અંગબાહા મૃતનું કીર્તન કરવા માટે કહે છે, તે પણ બે પ્રકારનું છે–એક કાલિક અને બીજું ઉત્કાલિક, તેમાં જે દિવસની અને રાત્રિની પહેલી છેલ્લી પિરિસીમાં જ (દિવસના અને રાત્રિના પહેલા તથા છેલ્લા પ્રહારમાં જ) અસ્વાધ્યાય ન હોય