________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૭૩ અને અશુભ સ્થાનેને ત્યાગ કરવા દ્વારા મહાવ્રતની (પાલનની) પ્રતિજ્ઞા કરી. હવે નહિ કહેલા બાકીનાં સ્થાનેને અતિદેશ (ભલામણ કરવા પૂર્વક મહાવ્રતની પ્રતિજ્ઞા કરતાં કહે છે કે
“વં=ઉપર “ત્રણ લેશ્યા વિગેરેના ત્યાગ પૂર્વક વિગેરે કહ્યું તેમ “
ત્રિવિરતા =ત્રણ દંડથી વિરામ પામેલો, અર્થાત્ જેમ રાજા દંડ કરીને ધનનું અપહરણ કરે તેમ અશુભ મન-વચન અને કાયા પણ ચારિત્રરૂપી ધનનું અપહરણ કરતાં હોવાથી તે ત્રણ દંડે કહેવાય છે, તેને ત્યાગ કરતે, તથા “ત્રિનળરુદ્ધ=મન-વચન અને કાયા એ ત્રણ કરણથી શુદ્ધ થયેલ,
(અહિં એમ પ્રશ્ન થાય કે ત્રિદંડવિરત હોય તે ત્રિકરણ શુદ્ધ પણ ગણાય તે ફરી કહેવાનું કારણ શું? તેનું સમાધાન એ છે કે “ત્રિદંડ વિરત’ એટલે સાવદ્ય
ગોથી નિવૃત્ત અને ત્રિકરણ શુદ્ધ એટલે નિરવદ્યોગમાં પ્રવૃત્ત, અથવા તે “સાવદ્ય પ્રવૃત્તિ કરવાની માત્ર નિવૃત્તિએ ત્રિદંડની વિરતિ અને કરવા કરાવવા અનુદવારૂપ ત્રિવિધ નિવૃત્તિ તે “ત્રિકરણની શુદ્ધિ એમ ભેદ સમજ, અથવા ગીતાર્થોએ બીજી રીતે પણ એ ભેદ ઘટાવે, કારણ કે પૂર્વ મહર્ષિઓના શબ્દો અર્થ ગંભીર હોય છે. - ' તથા ત્રિરાન્ચનારાન્ચમાયા, નિયાણું અને મિથ્યા– એ ત્રણ ભાવશ (આત્માને કષ્ટ આપનારા દુષ્ટ પરિણામો) દૂર ગયાં છે જેનાં એ શલ્યરહિત અને