________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૪૯ હે ભગવંત! હું આ પાંચમા મહાવ્રતને માટે ઉપસ્થિત તૈયાર) થયે છું. સર્વથા પરિગ્રહથી વિરામ (કેઈ પણ પદાર્થમાં મૂચ્છીને ત્યાગ) કરું છું. (૫)
હવે છ રાત્રિભૂજન વિરમણવ્રતમાં ફેરફારવાળાપાઠને અર્થ કહે છે
મહાવરે છ મં” ઈત્યાદિ હવે તે પછી છઠાવ્રતમાં શ્રીજિનેશ્વરોએ રાત્રિભેજનને વિરામ(ત્યાગ) કહ્યો છે, હે ભગવંત! હું તે સર્વ રાત્રિભોજનને એટલે “રાત્રે ગ્રહણ કરેલું રાત્રે વાપરવું વિગેરે (ચાર) ભાંગાવાળા રાત્રિભેજનને પચ્ચકખું છું ત્યાગ કરૂં છું). તે (એ રીતે કે) આહાર, પાણી, ખાદિમ અથવા સ્વાદિમ, એ ચારે પ્રકારના આહારનું હું સ્વયં રાત્રે ભેજન કરીશ નહિ, બીજાઓને રાત્રે ભોજન કરાવીશ નહિ અને બીજા રાત્રિભજન કરનારાઓને સારા માનીશ નહિ. પછી અર્થ પહેલા વ્રત પ્રમાણે
તે રાત્રિભોજન ચાર પ્રકારનું કહ્યું છે, તે આ પ્રમાણેવિગેરે પૂર્વ પ્રમાણે - તેમાં દ્રવ્યથી–રાત્રિ ભજન અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, એ ચાર પ્રકારનાં દ્રવ્ય પૈકી કઈ વસ્તુ ખાવી તે, ક્ષેત્રથી-મનુષ્યલોકમાં, કારણ કે ત્યાં જ રાત્રિ હોય છે, મનુષ્યલોક સિવાય અન્યત્ર રાત્રિ દિવસને વ્યવહાર નથી), કાળથી–દિવસે અથવા રાત્રે, અને ભાવથી-કડવું, તીખું, તુરું, ખાટું, મીઠું અને ખારૂં, એમ કોઈપણ સ્વાદવાળા