________________
(૪) દયાની પરમ શર્મતા
૨ ૫
અર્થ -સ્વજનનો વિયોગ આપણને ઘડી પણ ગમતો નથી તો કોઈપણ જીવને હણો નહીં. કેમકે જેને આપણે માર્યો, તેનું મરણ થવાથી તેના કુટુંબીઓને સર્વ કાળ માટે તેનો વિયોગ થઈ ગયો, તે તેને કેમ ગમે? એમ દીર્ઘ દ્રષ્ટિથી જોઈને કોઈપણ જીવને હણવો એ મહાપાપ છે એમ માનવું. ૨૦ાા
કહે, “તને મારી પછી ઇન્દ્ર બનાવું” તોય,
કંઠે પ્રાણ છતાં ચહે જીંવવાને સૌ કોય. ૨૧ અર્થ :- કોઈ એમ કહે કે તને હું મારી નાખી ઇન્દ્ર બનાવું, તો કંઠે પ્રાણ આવ્યા હોય તો પણ સૌ જીવવાને ઇચ્છે છે, મરવાને કોઈ ઇચ્છતું નથી. યજ્ઞમાં પશુઓને હણી સ્વર્ગે મોકલે પણ પશુઓ પોતે મરીને સ્વર્ગે જવા ઇચ્છતા નથી. ૨૧
તેથી ત્રિભુવન-રાજ્યથી જીવન જીંવને પ્રિય,
અભયદાન ઉત્તમ ગણી, કરો નહીં અપ્રિય. ૨૨ અર્થ :- ત્રણે ભુવનના રાજ્યથી પણ જીવોને પોતાનું જીવન વઘારે પ્રિય છે. તેથી અભયદાનને સદૈવ ઉત્તમ ગણી તેને કદી અપ્રિય કરશો નહીં. ગારરા
દેહનાશ સમ વચન-ઘા મન બાળે, બહુ ક્લેશ,
પાંખ આંખ તું તોડ ફોડ’ એ હિંસક આદેશ. ૨૩ અર્થ :કોઈના દેહનો નાશ કરવા સમાન કઠોર કે મર્મ વચનનો ઘા પણ જીવોના મનને બાળે છે. તથા બહુ ક્લેશનું કારણ બને છે. જેમકે આની તું પાંખ તોડી નાખ, આની આંખ ફોડી નાખ વગેરે બોલવું તે હિંસક આદેશ છે. આવા વચન ઉચ્ચારવા દયાઘર્મના ઘાતક છે. રક્ષા
હિંસક ઑવને મારવા કહેતો કોઈ અજાણ;
કહેનારો તે કોટિનો હિંસા-શિક્ષક જાણ. ૨૪ અર્થ :- કોઈ અજ્ઞાની પ્રાણી હિંસક જીવોને મારી નાખવાનું કહે તો કહેનારો પણ હિંસાની શિક્ષા આપનાર હોવાથી તે પણ તે જ કોટીનો ઠર્યો. ૨૪ો
દયા, રિબાતાને હયે” એમ કહે મતિમૂઢ;
કર્મ ન છોડે કોઈને; હણો કર્મ ગતિ-ગૂઢ. ૨૫ અર્થ - કોઈ મતિમૂઢ એમ કહે કે જે બિચારો દુઃખથી રીબાતો હોય તેને મારી નાખવો; તેથી તે દુઃખથી છૂટી જશે. એમ પરને મારી તેના પર મેં દયા કરી એમ માને, પણ એમ મારી નાખવાથી તેના કરેલા કર્મ છૂટી જાય નહીં. માટે કર્મની ગતિ ગૂઢ છે. તેને પ્રથમ સમ્યક્ પ્રકારે જાણવી. પછી તે કર્મોને હણવાનો પ્રયત્ન કરવો, તો વાસ્તવિક રીતે દુઃખથી છૂટાય. //રપાઈ
સૂર્યકિરણથી શીત વધે, જળ મથતાં ઘી થાય,
શશીકિરણથી દાઝીએ તો હિંસા સુખદાય. ૨૬ અર્થ :- સૂર્યના કિરણથી શીતળતા વધે, જળને મથતાં જો ઘી થાય અને ચંદ્રમાના કિરણથી જો દાઝીએ, એમ જો બને તો હિંસા સુખ આપનારી થાય. ૨૬ાા