________________
( ૫ ). ઐતિહાસિક પુરાવાઓ આપ્યા નથી. તેમણે તે પ્રક્ષચર્ચામાં એટલું જ લખ્યું છે કે –
તે સમયે મુખ્ય ત્રણ ધર્મો-વૈદિક, બૌદ્ધ અને જન –જે પ્રવર્તી રહ્યા હતા. 5
જૈન ૧૯–૪–૩૬ એ ત્રણ ધમની હકીકત પણ બિનપાયાદાર અને અસત્ય છે. આ લખાણમાં તે તેમણે એક અસત્યને છૂપાવવા જતાં બીજું મોટું અસત્ય લખી નાખ્યું. હકીકત એમ છે કે તે વખતના ધર્મો બાબત અશોકના સાતમા શાસનસ્તંભ પરથી જણાય છે કે–તે સમયે મુખ્યત્વે ત્રણ નહિં. પણ ચાર ધર્મો પ્રચલિત હતા.
બૌદ્ધ, આજીવિક, બ્રાહ્મણ અને નિગ્રંથ (જૈન). જુઓ –
In the business of the Sangha, too, has it been ordained by me that these (Dharma-Mahamatras) shall be employed: similarly has it been ordained by me that these shall be employed among Brāhmana, and Ajivika-ascetics; among Nirgranthas, too ........
( Asoka P. 190 By R. Mookerji ) મારા શાસનાનુસાર આ ધર્મ–મહામાત્ર (બદ્ધ) સંઘના કાર્યમાં તથા બરાબર તેવી જ રીતે બ્રાહ્મણ અને આજીવિક સાધુઓમાં પણ અને વળી નિગ્રન્થોમાં પણ વપરાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com