________________
( ૧૪૪ )
શ્રી મહાવીર કે યુદ્ધ જેવી પ્રસિદ્ધ વ્યક્તિઓની હકીકતા કલ્પનાળે લખી નાખવી અને તેને ઇતિહાસ તરીકે ધુસાડી દેવી એ કેટલું બિનજવાબદારીભર્યું પગલું છે તે કાઇ પણ બુદ્ધિશાળી સ્હેજે સમજી શકે એવી વાત છે.
: ૧૮ :
શ્રીયકના ગુરુ
મુનિપુ ́ગવ સ્થૂલભદ્ર અને શ્રીયક એ ભાઇ હતા અને સ્થૂલભદ્રે ગુરુ સભૂતિવિજય આચાર્ય પાસે દીક્ષા લીધી હતી એવી હકીકત મળે છે.
પ્રાચીન ભારતવર્ષમાં આ ખામત મતભેદ ઊભા કરી શ્રીયકના તો ઠીક પરંતુ સ્થૂલભદ્રના ગુરુ પણ સંભૂતિ વિજયને બદલે શય્યંભવસૂરિને બતાવ્યા છે.
સ્થૂલભદ્ર પણ પ્રસિદ્ધ વ્યક્તિ છે અને તેમના ગુરુ તરીકે સંભૂતિવિજય પણ પ્રસિદ્ધ આચાય છે. વળી પ્રતિક્રમણ કરનારાઓના માટા ભાગ એ જાણી શકે છે કે-સ્થૂલભદ્રના ગુરુ સ'ભૂતિવિજય આચાય છે, કારણ કે તે પ્રતિક્રમણમાં સાય તરીકે કાઇ ને કોઇ વખતે સ્થૂલભદ્રની સજ્ઝાય જરૂર સાંભળવામાં આવી શકે છે.
માલ્યા તા મારગમાંહિ મળીયા જો, સભૂતિ આચારજ જ્ઞાને અળીયા જો, સંયમ દીધુ સમકિત તેણે શિખવ્યું જે,
સ્થૂલભદ્ર સજ્ઝાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com