Book Title: Prachin Bharat Varshnu Sinhavlokan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Granthmala

View full book text
Previous | Next

Page 266
________________ (ર૩૦) ઊંચાઈ જેની તે મૂર્તિ છે તેને અનુરૂપ જ હોય એ શિલ્પશાસને નિયમ છે. પાંચ ફૂટ ઊંચા માણસની મૂર્તિ પચીશ કે પચાશ ફૂટ ઊંચી ન બનાવી શકાય, અને કઈ એમ બનાવે તે એ શિલ્પની દષ્ટિએ ભ્રામક રચના જ કહેવાય. આ મૂર્તિની ઊંચાઈ જતાં તેને માટે તેવી જ ઊંચાઈવાળા મનુષ્યને શોધી રહ્યો. “ભદ્રબાહુની મૂર્તિ છે” એમ કહેનાર ડોકટરસાહેબ ભદ્રબાહુની ઊંચાઈ કેટલી કલ્પતા હશે? ત્યારે બાહુબલિની ઊંચાઈ જતાં આ મૂર્તિની કલ્પના તેની ઊંચાઈને અનુરૂપ છે. બાહુબલિની ઊંચાઈ તેમના પિતાની પેઠે લગભગ પાંચશે ધનુષ્ય જેટલી હતી અને પાંચશે વાંભ ઊંચાઈવાળા એ બાહુબલિ મુનિની મૂર્તિ ૫૭ ફૂટ ઊંચી હોય તે બરાબર ઉચિત છે, પણ પાંચ કે છ હાથ ઊંચાઈવાળા શ્રી વાદ્રબાહુસ્વામીની મૂર્તિ આટલી ઊંચી ન ઘટી શકે. આ રીતે મૂર્તિ ઉપરને શિલાલેખ, મૂર્તિના શરીર ઉપર વેલડી વગેરેનું શિલ્પ અને મૂર્તિની ઊંચાઈ એ બધું તેને બાહુબલિની મૂર્તિ હેવાનું સાબિત કરે છે. આ બાબત વધારે પ્રમાણ અને પુરાવા જેવા હોય તે “જૈન સાહિત્યસંશોધક” (પ્રથમ ખંડ, પા. ૧૨૯–૧૪૩)માં આવેલ ક્ષિણમારત થવ– વ તારી નર્મ” એ વિગતથી ભરપૂર લેખ વાંચી લે. ૉકટરસાહેબે એ મૂર્તિ બાબત બીજી એક હસવા જેવી કલ્પના કરી છે કે “મૂતિ ઉપર લેખ તે પાછળથી લખાપેલે છે અને મૂર્તિ તે રાજા પ્રિયદર્શિને બનાવેલી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284