Book Title: Prachin Bharat Varshnu Sinhavlokan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Granthmala

View full book text
Previous | Next

Page 270
________________ (૩૪) ડોકટરસાહેબ લખે છે કે –“ કશિ નામના મુનિ થયા હતા તે કોશલપતિ રાજા પ્રસેનજિત–બૌદ્ધ ગ્રંથના રાજા પસાદિના ધર્મગુરુ હતા.”—(પ્રાચીન ભારતવર્ષ, પૃ. ૫) ડોકટરસાહેબ તેમના લખાણ માટે જવાબદાર છે ખરા? જવાબદાર હોય તે તેમણે કેશિ મુનિ અને રાજા પ્રસેનજિત વગેરેને ઉપર્યુક્ત જે સંબંધ બતાવ્યું છે તે માટે તેમની પાસે કાંઈ પ્રમાણ છે ખરું? હોય તે તે તેમણે ઉક્ત લખાશુમાં કેમ ટાંકયું નથી? કઈ પણ જૈન કે બૌદ્ધ ગ્રંથમાં કેશી મુનિ અને રાજા પ્રસેનજિતના કે પસાદિના સંબંધને લગતી વાત જ નથી આવતી. બૌદ્ધોના દીઘનિકાયમાં વાયા પુરંતમાં રાજા પાયાસિ અને કુમાર કાશ્યપને સંબંધ આવેલ છે અને જૈનેના રાયપળમુત્તમાં રાજા પતિ અને શિકુમારના સંબંધની વાત આવે છે, પણ કેઈ સ્થળે પસેનજિત વાપસાદિની સાથે કેશિ મુનિની હકીક્ત જ મળતી નથી. ત્યારે આવી નિરાધાર વાત લખીને શું તેઓ પિતાના ઈતિહાસની શોભા વધારવા ચાહે છે? અથવા એમની પાસે ઉક્ત લખાણ માટે કોઈ પુરા હોય તો જરૂર પ્રકટ કરવા કૃપા કરે. વળી, “પ્રાચીન ભારતવર્ષને છઠું પાને તેમણે કેશમુનિની જે પાંચ પેઢીઓ બતાવી છે તે કઈ પટ્ટાવળીના આધારે ? જે પટ્ટાવાળી ઉપરથી એ પેઢીઓ બતાવી છે તે પટ્ટાવળી કેટલી પ્રાચીન છે? કેણે બનાવેલી છે ? અને ઇતિહાસની કેટિમાં એ પટ્ટાવળી મૂકી શકાય એવી છે ખરી? ડોકટર સાહેબ જવાબ દેવા જરૂર તસ્દી લેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284