________________
(૨૫)
અને તેને પોતાની કલ્પના પ્રમાણે વિવિરા ' બનાવે છે અને તે વિદિશાને અર્થ હાલની ‘હિલસા ” એટલે “સાંચી પાસેની નગરી” એ અર્થ કરે છે. અને એમ અર્થ કરી એમ બતાવવા માગે છે કે, તે ભિલસામાં એટલે સાંચીમાં ભગવાન મહાવીરનું નિર્વાણ થયું હતું. શી ગજબ કલ્પના, કેવી અદ્ભુત ધનશક્તિ અને કેટલું બધું બિનજવાબદારપણું !
સ્થાનાભાવને લીધે જ મેં આ પાંચ મુદ્દાઓ જણાવ્યા છે. બાકી તે એ ડૉકટરશાહી ઈતિહાસમાં એક લીંટી પણ સાચી હોય એમ મને તે જણાતું નથી. જે “સાચાર” મારવાડમાં આવેલું છે તેને આ ભાઈ “સાંચી” કહે છે એટલું જ નહિ, પણ “સારની પિતાની કલ્પના બંધ બેસાડવા “સાંચી” બદલે “સંચયપૂરી” શબ્દ શેધી કાઢે છે અને પછી એ “સંચયપૂરી” ની સરખામણી “સાચાર સાથે કરે છે. “સાચોર” વિષે જે જે હકીક્ત જૈન સાહિત્યમાં મળે છે તેમનું તેમને ભાન જ ક્યાંથી હોય ? તેઓ સત્યપુર” ને કલ્પ વાંચે એટલે બસ. પણ તે વાંચે ક્યાંથી ? જેમને મૂળ ભાષા જ નથી આવડતી તેઓ બિચારા ગમે તેમ ઉટપટાંગ લખે અને તેને ઇતિહાસનું નામ આપી અજ્ઞાનીઓને ભ્રમણામાં નાખે એ સિવાય બીજું શું કરી શકે? બીજું તે કાંઈ નહિ પણ આ વીસમી સદીમાં આવું તદ્દન જૂઠાણું ચલાવનારા દંડિત થતા નથી એ પણ અજબ જેવું તે ખરું જ ને ? અથવા આપણું ગુલામી દશા જ એ માટે જવાબદાર છે એ કહેવું બરાબર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com